જામનગરના ભાજપી મહિલા કોર્પોરેટરે કમિશ્નરની ઓફીસમાં કરી ધોકાવાળી- જાણો અહી

અમદાવાદના કાઉન્સિલર બાદ હવે જામનગરના ભાજપના જ મહિલા કોર્પોરેટરના રણચંડી સ્વરૂપનો વીડિયો વાયરલ થયો છે. મહિલા કોર્પોરેટરે કમિશ્નરની ઓફિસમાં લાકડીવાળી કરી હતી. જામનગર શહેરમાં આવેલા…

અમદાવાદના કાઉન્સિલર બાદ હવે જામનગરના ભાજપના જ મહિલા કોર્પોરેટરના રણચંડી સ્વરૂપનો વીડિયો વાયરલ થયો છે. મહિલા કોર્પોરેટરે કમિશ્નરની ઓફિસમાં લાકડીવાળી કરી હતી. જામનગર શહેરમાં આવેલા તળાવની પાળ વિસ્તરામાં નાની દુકાનો, રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને જગ્યા રોકાણ વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ સાથે ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને કમિશ્નરની ચેમ્બરમાં લાકડી લઇને પહોંચી ગયા હતા.

જાણકારી મુજબ આજે બપોરે 12 વાગ્યાં આસપાસ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન રૌદ્રરૂપમાં આવી ગયા હતા અને મનપા સંકુલમાં હાથમાં લાકડી લઈ સીધા જ આસી.કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમાં લાડકી લઈને પહોંચી ગયા હતા.

આસી.કમિશનર કંઈ સમજે-વિચારે એ પહેલાં જ રચનાબેને ટેબલ પર પડેલી ફાઈલો પર લાકડી વિંઝવાનું શરૂ કરી રેકડીવાળાઓને શું કામ હેરાન કરો છો? હું પોલીસથી ડરતી નથી જેવા શબ્દો કહી ગુસ્સો ઉતાર્યો હતો.
કોર્પોરેટર બહેન એટલે જ ન અટકતા રચનાબેન એસ્ટેટ વિભાગ અને આસી, કમિશર મુકેશ વરણવાની નીતિ-રીતિ અંગે ફરિયાદ કરવા માટે સીધાં જ કમિશનર સતીષ પટેલની ચેમ્બરમાં પહોંચી ગયા હતા.

જોકે પરિસ્થિતિ પામી ગયેલા કમિશનરે કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને શાંત પાડી જે કંઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી. જો કે રચનાબેનની દંબગાઈ સ્ટાઈલથી આસી.કમિશનર વરણવાની ચેમ્બરમાં લાકડીઓ વિંઝવાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *