હોસ્પિટલની બેદરકારીનો ભોગ બન્યા લાચાર પિતા- દીકરાના મૃતદેહને લઈને દોઢ કિલોમીટર ચાલવું પડ્યું- જુઓ વિડીયો

ઓડિશા(Odisha)નો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ(Viral video) થઈ રહ્યો છે. જેમાં પિતા તેના પુત્રના મૃતદેહને પોતાના ખભા પર લઈને ચાલતા જોવા મળે છે. આ…

ઓડિશા(Odisha)નો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ(Viral video) થઈ રહ્યો છે. જેમાં પિતા તેના પુત્રના મૃતદેહને પોતાના ખભા પર લઈને ચાલતા જોવા મળે છે. આ મજબૂર પિતાનું નામ સુરધર બેનિયા છે. દીકરો બીમાર હતો. બેનિયા તેને હોસ્પિટલ(Hospital) લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. મૃતદેહ ઘરે લાવવાનો હતો, પરંતુ એમ્બ્યુલન્સ(Ambulance) મળી શકી ન હતી. આ પછી, બેનિયા લગભગ 1.5 કિમી ચાલીને પુત્રના મૃતદેહને ઘરે લઈ ગયા. સમગ્ર મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વિભાગે કહ્યું છે કે તે આ મામલે તપાસ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

6 વર્ષ પહેલા પણ દાના માંઝીનો મામલો રાયગડાથી 100 કિમી દૂર કાલાહાંડીમાં સામે આવ્યો હતો, જેમાં દાના માંઝી તેમની પત્નીના મૃતદેહને લઈને 13 કિમી સુધી ચાલ્યા હતા.

ઓડિશા ટીવીના અહેવાલ મુજબ, રાયગડાના બેનિયા 9 વર્ષના પુત્ર આકાશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. સંબંધીઓનો આરોપ છે કે પુત્રના મૃત્યુ બાદ અમે મૃતદેહ ઘરે લઈ જવા વિનંતી કરી હતી, પરંતુ હોસ્પિટલે કહ્યું કે તેની પાસે એમ્બ્યુલન્સ નથી. હોસ્પિટલ મેનેજમેન્ટના ઇનકાર બાદ બેનિયા પુત્રના મૃતદેહને પોતાના ખભા પર લઈને ઘરે લઈ ગયા હતા.

ડીએમએ કાર્યવાહી કરવા જણાવ્યું હતું:
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાયગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ સરોજ કુમાર મિશ્રાએ કાર્યવાહી કરવાની વાત કરી છે. મિશ્રાએ કહ્યું કે રાયગઢ હોસ્પિટલમાં મહાપરાયણ યોજના હેઠળ મૃતદેહને લઈ જવા માટે ત્રણ વાહનોની જોગવાઈ છે. હું તપાસ કરાવું છું શું છે મામલો? જે દોષિત હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *