ભગવાન શ્રી રામના નારા સાથે ટોળું હોસ્ટલમાં ઘૂસ્યું, વિદેશી વિદ્યાર્થીઓ પર જુઓ આ રીતે કર્યો હુમલો

Gujarat University News: ગઈ કાલે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન મહિનાની નમાઝ પઢી રહ્યા હતા. તે…

Gujarat University News: ગઈ કાલે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન મહિનાની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમિયાન તે વિધાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ તેમના પર હુમલો (Gujarat University News) કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામના નારા સાથે ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં અંદર ઘુસી આવ્યું હતું અને આ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળ નિવડ્યું છે. ત્યાંના કર્મચારીઓ પણ ઊંઘતા ઝડપાયા છે. તમામની હાજરીમાં વિદ્યાર્થીઓને બેફામ રીતે માર મારવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી અનુસાર, શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારપછી આ સમગ્ર મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ મામલો વધુ બિચકે તે પહેલા હોસ્ટેલ ખાતે પહોંચી પરિસ્થિતિને શાંત પડી દેવામાં આવી હતી.

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એસ.આર.બાવાએ જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થયાનાં સમાચાર મળતા પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ક્યાં કારણોસર આ સમગ્ર બોલાચાલી થવા પામી તે બાબતે પણ તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓની શોધખોળ પણ હાથ આવી છે.

કોંગ્રેસનાં ધારાસભ્ય વિદ્યાર્થીઓની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતા તેઓ તાત્કાલીક SVP હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓનાં ખબર અંતર પૂછવા દોડી ગયા હતા. તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી.