જેતપુરના ધનપુર જંગલમાં ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે મોત: ડમ્પરચાલક ફરાર

Jetpur Accident: જેતપુર તાલુકાના ધનપુર ગામના જંગલમાંથી માતાપુત્ર બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બેફામ બનેલા ડમ્પર ચાલકએ બાઇકને ટક્કર મારતા બાઈક સવાર…

Jetpur Accident: જેતપુર તાલુકાના ધનપુર ગામના જંગલમાંથી માતાપુત્ર બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બેફામ બનેલા ડમ્પર ચાલકએ બાઇકને ટક્કર મારતા બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે.જ્યારે બાઈકચાલક પુત્રને ગંભીર ઈજા થતાં પાવી જેતપુરના(Jetpur Accident) સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયો છે.તેમજ આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પરને શોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇકસવાર મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત
પાવી જેતપુર તાલુકાના સેલવા ગામના મનીષભાઇ પ્રભાતભાઈ રાઠવા પોતાની માતા જમનાબેન પ્રભાતભાઈ રાઠવાને લઇને બાઈક ઉપર કામથી પાવી જેતપુર આવવા નીકળ્યા હતા.પરંતુ ઈશ્વરને કંઈક બીજું જ મંજુર હોય તેમ સવારના લગભગ સવા નવ વાગ્યાના અરસામાં ધનપુર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન માતેલા સાંઢની જેમ આવતા ડમ્પરચાલકે બાઇકને અડફેટે લીધી હતી.જેમાં બાઇકસવાર મહિલાનું કમકમાટીભર્યું મોતથયું હતું.જયારે બાઈકચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.જે બાદ આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ તપાસ શરૂ કરી હતી.ત્યારે આ મહિલાનું મોત થતા તેનો સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

પોલીસે ડમ્પરચાલકની કરી ધરપકડ
એક ડમ્પરચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર જમનાબેન રાઠવા ઉછળીને રસ્તા પર પટકાતાં જમનાબેન રાઠવાને માંથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે બાઈકચાલક મનીષભાઇ રાઠવાને પણ ગંભીર ઈજાઓ થતાં પાવી જેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો છે.જે બાદ આ અંગેની જાણ કદવાલ પોલીસને થતાં કદવાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ડમ્પરની શોધખોળ હાથ ધરતા પાવી જેતપુર તરફથી મળી આવતા ડમ્પરને કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠામાં પણ અકસ્માતમાં ત્રણ યુવકો મોતને ભેટ્યા
તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના વીરપુ મતાલી ગામના બે યુવકો બાઇક લઇને મિત્રને લેવા માટે અમદાવાદ ગયા હતા. અમદાવાદથી મિત્રને લઇને તેઓ પરત ફરી રહ્યાં હતા. વિજયનગરના ભાખરા-વજેપુર રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા. એ સમયે બાઇક પૂરપાટ ઝડપે હંકારી રહેલા બાઇક રાઇડરે કાબુ ગુમાવ્યો હતો. બાઇક રસ્તાની સાઇડમાં આવેલા ઝાડ સાથે અથડાયું હતું.ત્યારે અકસ્માતની આ ઘટનામાં બાઇક સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમના મોત નીપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે વિજયનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. વિજયનગર પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને વધુ તપાસ હાથ ધરી છે.