આમે આજે એક એવી સત્યઘટનાનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. એક ચાલીસ વર્ષની મહિલાએ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીની મદદ લેવાનું નક્કી કર્યું હતું. જોકે, તેનો આ નિર્ણય કઈ હદે નુકસાન પહોંચાડશે તેણે સપનામાં પણ વિચાર નહિ કર્યો હોય. આ યુવતીએ પોતાની સર્જરી પર લાખો રુપિયા બગાડ્યાં હતાં. જેમાં તે નિતંબ અને બ્રેસ્ટ્સની સુંદરતા વધારવા ઈચ્છતી હતી. સર્જરી કર્યા પછી તેની હાલત વધુ બગડી હતી. જેમાં હવે ડોક્ટર્સને જેલની હવા ખાવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
ચાલીસ વર્ષની આ મહિલાએ પ્લાસ્ટિક સર્જરીને ‘નર્ક’ જેવો અનુભવ ગણાવ્યો હતો. મહિલાએ પ્લાસ્ટિક સર્જરી કરાવનાર પર કેસ દાખલ કર્યો છે. જેમાં તેને છ વર્ષ સુધીની સજા થઈ શકે છે. મહિલાએ ‘botched surgery’ કરાવી હતી. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટર્સે ‘તેના નિપ્પલને વધુ ઉંચા’ કરી દીધાં હતાં. આ ઉપરાંત તેના બ્રેસ્ટ્સ પર ચાઠાંઓ અને ડાઘ પણ પડી ગયાં છે.
આટલું જ નહિ સ્થિતિ તો ત્યારે વણસી હતી જ્યારે આ મહિલાએ નિતંબની સર્જરી કરાવી અને તેમાં પણ દાવ ઉલટો પડ્યો હતો. જ્યારે પહેલી સર્જરી બગડી તો ક્લિનિકમાં પરત ફરી હતી અને બીજી સર્જરી કરવાનું નક્કી થયું હતું. આ પછી બીજા એક ડોક્ટરે તેના બ્રેસ્ટ્સ અને નિતંબની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. આ પછી તેણે ‘lipo-lifting’ સર્જરી કરાવી. જેમાં પેશન્ટના શરીરમાંથી જ ચરબી લઈને સર્જરી કરવામાં આવે છે.
નિતંબની સર્જરી કરાવ્યા પછી ચાલીસ વર્ષની આ મહિલાની સ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે તેણે જણાવ્યું હતું કે,’જ્યારે પણ મારે મુસાફરી કરવાની થાય છે ત્યારે મારે પ્લેનમાં ત્રણ સીટ બુક કરાવવી પડે છે કારણકે હું એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસી શકતી નથી.’ આ પછીથી તે મોસ્કો ગઈ હતી જ્યાં તેણે એવો આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર્સે નિતંબ પરથી વધુ ચામડી દૂર કરી જેથી તેમાં ગેપ રહી ગયો હતો અને બેડોળ લાગતાં હતાં.
મહિલાએ જણાવ્યું હતું કે,’મને આ સર્જરીથી અત્યંત પીડા થઈ રહી છે. આ મારા શરીરને તો નુકસાનકર્તા છે જ ઉપરાંત મારી જિંદગીનો સવાલ બન્યો છે. હું માનસિક રીતે તણાવમાં છું. સર્જરી માટે મેં મારી કાર પણ વેચી નાખી અને હવે મારી પાસે નોકરી પણ નથી. હું હંમેશા જિમમાં જતી અને ફિટ રહેતી હતી. મેં ડોક્ટર્સ પર ભરોસો કર્યો જેનું મારે ભયંકર પરિણામ ભોગવવું પડ્યું.’