બહાર હોટેલમાં જમવા માટે જતા લોકો હવે હોટલ કે રેસ્ટોરન્ટના કિચનમાં ડોકિયુ કરીને ભોજન કેવી રીતે બને છે તે ચેક કરી શકશે. તમે જોયું હશે કે કિચન કે રસોડામાં નો એન્ટ્રી ના બોર્ડ લગાવવા માં આવેલા હોય છે. પરંતુ આ નિયમ લાગુ પડ્યા બાદ તમે ત્યાં જઈ ને રસોડાની અંદર કેવી ચોખ્ખાઈ રાખવામાં આવે છે જાતે જ ચેક કરી શકશો.
ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે રાજ્યોના તમામ શહેરોના કોર્પોરેશનોને એક પરિપત્ર પાઠવીને આદેશ આપ્યો છે કે, દરેક કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પોતાના શહેરની હોટલો, રેસ્ટોરન્ટ, કેન્ટીન એમ તમામ જગ્યાએ તપાસ કરીને રસોડાની બહાર લગાડવામાં આવતા no admission, wihtout permission અથવા તો admission only with permission જેવા બોર્ડ લગાડ્યા હોય તો તે હટાવી લેવડાવવાના રહેશે.
પરિપત્રમાં વધુમાં જણાવાયુ છે કે, દરેક હોટલ અને રેસ્ટોરોન્ટોનુ કિચન સ્વચ્છ રહે તેનુ ધ્યાન રાખવાનુ રહેશે. ઉપરાંત ગ્રાહકો રસોડામાં જોઈ શકે તે રીતે કાચની બારી અથવા તો દરવાજો મુકાવવાનો રહેશે.
હોટલો અને રેસ્ટોરન્ટોમાં છાશવારે થતા ચેકિંગમાં ભોજન બનાવવા માટે વાસી અથવા ગુણવત્તા વગરની સામગ્રીઓનો ઉપયોગ થતો હોવાનુ બહાર આવતુ હોય છે ત્યારે આ આદેશના કારણે હવે જમવા માટે જનારા લોકો પોતે પણ ભોજન કેવી રીતે બની શકે છે તે જોઈ શકશે અને તેના કારણે હોટલો અને રેસ્ટોરન્ટોના સંચાલકો સજાગ રહેશે તેવુ મનાઈ રહ્યુ છે.
થોડા સમય પેહલા જ સુરતની એક નામચીન હોટેલ માં જમવા માંથી ઈયળ મળી આવી હતી. આવી ઘટના ઓ રોજ બરોજ બનતી જ રહે છે. તેને રોકવા માટે સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.