બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટે કામના દિવસો વધારવા બાબતે નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન અપાયું

Published on: 9:12 am, Wed, 15 May 19

ભારત સરકારે જ્યારથી બિન અનામત વર્ગ માટે ૧૦ ટકા ઇડબલ્યુએસ ના આધારે 10 ટકા અનામત જાહેર કરી છે, ત્યારથી બિન અનામત આયોગ દ્વારા રાજ્યભરમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થી અને પ્રમાણપત્ર આપવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ પૂરતો માનવબળ અને મશીનરી ના અભાવે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને હારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતમાં અભ્યાસ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રીઓ દ્વારા ગુજરાત બિન અનામત આયોગ ના ચેરમેન હંસરાજ ભાઈને આ બાબતે આવેદનપત્ર આપીને બિન અનામત આયોગ ની કામગીરી ના અઠવાડિયામાં એક જ દિવસ ને બદલે કામના દિવસો વધારવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ (ગાંધીનગર) અંતર્ગત બિન અનામત વર્ગ માટે ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ બિન અનામત વર્ગ(જાતિનો દાખલો)અને EWS સર્ટિફિકેટ કઢાવવા માટે જે વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. જે પ્રક્રિયા ઝડપી અને સરળ બને એ માટે ગઈકાલે  બિન અનામત વર્ગ ના અધ્યક્ષ શ્રી હંસરાજ ભાઈ ગજેરા તથા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ના અધિક સચિવ શ્રી વણજારા સાહેબ ને ગાંધીનગર રૂબરૂ મળી ” નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ” સુરત વતી ધીરુભાઈ માંડવીયા, ભાવેશભાઈ રફાળિયા, ભાવેશભાઈ જાજડીયા અને ભાવેશ ઠુંમર દ્વારા યોગ્ય રજુઆત કરવામાં આવી. અને યોગ્ય અને ત્વરિત આ બાબતમાં કાર્યવાહી કરવાની ખાતરી આપેલ છે.

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત માં વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુ સાથે સરકાર ને મદદરૂપ થવા માટે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બિન અનામત વર્ગ નો દાખલો મેળવવા માટે જરૂરી કાગળો અને પ્રક્રિયા નું માર્ગદર્શન આપી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.