બાંગ્લાદેશમાં હિંદુઓ અસુરક્ષિત: કટ્ટરવાદીઓએ 60થી વધારે ઘરોમાં લગાવી આગ- મંદિરમાં કરી તોડફોડ

ઘણા દિવસોથી બાંગ્લાદેશ(Bangladesh)માં ચાલી રહેલી કોમી હિંસા વચ્ચે કટ્ટરવાદીઓએ ફરી એકવાર હિંદુઓને નિશાન બનાવ્યા છે. ગયા અઠવાડિયે દુર્ગા પૂજા(Durga Puja) તહેવાર દરમિયાન મંદિરને તોડી પાડવા…

ઘણા દિવસોથી બાંગ્લાદેશ(Bangladesh)માં ચાલી રહેલી કોમી હિંસા વચ્ચે કટ્ટરવાદીઓએ ફરી એકવાર હિંદુઓને નિશાન બનાવ્યા છે. ગયા અઠવાડિયે દુર્ગા પૂજા(Durga Puja) તહેવાર દરમિયાન મંદિરને તોડી પાડવા સામે લઘુમતી સમુદાયના વિરોધ વચ્ચે હુમલાખોરોના એક જૂથે 66 હિન્દુ મકાનોમાં તોડફોડ(Demolition of Hindu houses) કરી હતી અને 29 ઘરોને આગ લગાવી હતી. મળતી માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે રંગપુર(Rangpur) જિલ્લાના પીરગંજ(Pirganj) ગામમાં હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે.

ફેસબુક પોસ્ટ દ્વારા ફેલાય છે અફવાઓ:
રંગપુર એસપી મોહમ્મદ કામરુજમ્મનને ટાંકીને જણાવ્યું હતું કે, એક ફેસબુક પોસ્ટથી એવી અફવા ફેલાઈ હતી કે ગામના એક યુવાન હિન્દુએ “ધર્મનું અપમાન” કર્યું છે, ત્યારબાદ પોલીસ ત્યાં દોડી આવી હતી. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ માણસના ઘરની બહાર તૈનાત હતી, જ્યારે હુમલાખોરોએ અન્ય મકાનોને આગ લગાવી દીધી હતી. ફાયર કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે પીરોગંજ મજીપરા વિસ્તારમાં 29 મકાનો, બે રસોડા, બે કોઠાર અને સૂકા ઘાસના 20 ઘરને સળગાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ‘અનિયંત્રિત ટોળાએ આગ લગાવવાનું શરૂ કર્યું હતું.

હિન્દુ મંદિરો પર હુમલા:
ફાયર વિભાગને રવિવારે રાત્રે 9.45 વાગ્યે આગની માહિતી મળી હતી અને સોમવારે સવાર સુધીમાં આગને કાબૂમાં લાવી શકાશે. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. મળતી માહિતી મુજબ, કોમીલા વિસ્તારમાં એક દુર્ગા પૂજા પંડાલમાં આગ લગાવવાની ઘટના કથિત નિંદા બાદ ફેલાયેલા કોમી તણાવને કારણે હતી. ગત સપ્તાહે કોમીલા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે હિન્દુ મંદિરો પર હુમલા અને પોલીસ અને હુમલાખોરો વચ્ચે કોમીલા, ચાંદપુર, છટગ્રામ, કોક્સ બજાર, બાંદરબાન, મૌલવીબજાર, ગાઝીપુર, ફેની સહિતના ઘણા જિલ્લાઓમાં ઘર્ષણ થયું હતું.

ચાર હિન્દુ ભક્તો મૃત્યુ પામ્યા:
હુમલા બાદ સોશિયલ મીડિયા પર કોમી નફરત ફેલાવવા બદલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે આરોપ લગાવ્યો છે કે ચાંદપુર અને નોઆખલીમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ચાર હિન્દુ ભક્તો માર્યા ગયા હતા. દરમિયાન, એન્ટી ક્રાઈમ રેપિડ એક્શન બટાલિયન (RAB) એ ફેનીમાં હિન્દુ લઘુમતી સમુદાયની દુકાનો અને મંદિરોમાં તોડફોડ કરવા બદલ વધુ બે લોકોની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *