રૂપ જોઇને ભલભલા અંજાઈ જાય: કેવી રીતે રાજકોટની આ યુવતી PSI બનવાના સપના જોઇને બની ગઈ ડ્રગ્સ માફિયા

ડ્રગ્સ (Drugs): લગભગ બે વર્ષ પહેલા ઓક્ટોબર 2021 માં સોશિયલ મીડિયા પર એક સમાચાર સામે આવ્યા હતા કે, રાજકોટ પોલીસે એક યુવતીને નશાની આદતમાંથી મુક્ત કરાવી અને પોલીસ ભરતી ની તૈયારી માટે દત્તક લીધી છે. મળેલી માહિતી અનુસાર પોલીસે આ યુવતીની એક સપ્તાહ સુધી ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી હતી અને ત્યારબાદ યુવતી નોર્મલ બની હતી.

ત્યારબાદ મહિલા પોલીસ દ્વારા યુવતીને પીએસઆઇ (PSI) ની ભરતીની તાલીમ આપી રહ્યા હતા. યુવતી દિવસ રાત પ્રેક્ટિસ કરીને ગ્રાઉન્ડ પરસેવો પાડી રહી હતી. માત્ર આટલું જ નહીં પણ પોલીસ બનવાનું મન બનાવીને યુવતીએ પોલીસ ભરતી નું ફોર્મ પણ ભરી દીધું હતું.

જ્યારે પોલીસે યુવતી ને દત્તક લીધી ત્યારે યુવતી સાથે વાત કરતા તેની જણાવ્યું હતું કે, હું પોલીસમાં જોડાઈને ડ્રગ્સ માફિયા નું નેટવર્ક તોડવા માંગુ છું, પોલીસે મને દતક લીધી તે વાતથી હું પોલીસની ખૂબ જ આભારી છું. SOG મારા એક ફેમિલી ફ્રેન્ડ છે, આજથી હું બહારની દુનિયા સાથે કોઈ પણ સંપર્ક રાખવા માંગતી નથી અને હું પોલીસમાં જોડાવાનું પ્લાનિંગ કરી રહી છું.

યુવતી એમ પણ કહ્યું હતું કે હું ડ્રગ્સ-માફિયાઓનું નેટવર્ક તોડીને મારા પરિચયમાં જે પણ લોકો નશાના બંધાણી છે તેમને ડ્રગ્સના નશામાંથી મુક્ત કરાવીને સમાજમાં વટભેર રહી શકે એવા પ્રયાસ કરીશ અને જિંદગીની નવી ઇનિંગ શરૂ કરશે. ત્યારે 1 ફેબ્રુઆરી 2023ના રોજ ફરી એકવાર આ યુવતી અંગે એક સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ શહેરમાં SOGએ MD ડ્રગ્સના જથ્થા સાથે નામચીન ડ્રગ્સ-પેડલર યુવતી અમી ચોલેરા (ઉં.વ.23)ની ધરપકડ કરી છે. પોલીસે જયારે અમીની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો છે. જેની કીમત 1.78 લાખનો છે જે પોલીસે જપ્ત કર્યો છે. અમી ચોલેરા રાજકોટની સૌથી નાની વયની ડ્રગ્સ-પેડલર છે.

મળેલી માહિતી અનુસાર 16 વર્ષ પહેલાં અમે તેના બોયફ્રેન્ડ આકાશે ગાંજો ચખાડ્યો હતો અને અમીની જિંદગી નું નર્ક તરફ પહેલું ડગલું ભર્યું હતું. જ્યારે અમીને ગાંજો ચખાડવામાં આવ્યો ત્યારે અમીએ માત્ર ફન ખાતર ગાંજો ચાખી લીધો હતો. પરંતુ ત્રણ થી ચાર દિવસમાં તેને નશાની લત લાગી ગઈ હતી. ત્યારબાદ અમે ડ્રગ્સના નશામાં ડૂબી ગઈ હતી અને એમડી ડ્રગ્સના ઇન્જેક્શન પણ લેતી થઈ ગઈ હતી.

ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએશન કરી રહેલી અમીનો સહપાઠી આકાશ નામના યુવાનના પરિચય થયો હતો. થોડા સમય બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ અમીએ એપ્રિલ 2018માં અંડર 19 ક્રિકેટ રમી ચૂકેલા આકાશ સાથે લગ્ન કર્યા હતા.

પરંતુ આ લગ્ન માત્ર 10 જ દિવસ સુધી ચાલ્યા હતા. ત્યાર બાદ લગભગ ચારેક માસ બાદ  આકાશ અને અમીએ ફરી એક વાર લગ્ન કરી લીધાં હતાં અને 2020માં ફરી વાર છૂટાછેડા લઇ લીધા હતા. અમીએ આકાશ સાથે બેવાર લગ્ન અને બે વાર ડિવોર્સ લીધા છે.

અમી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, ડ્રગ્સની આખી ચેઈન છે, જેમાં માલેતુજાર પરિવારોનાં બાળકો પણ સામેલ છે. સ્કૂલ અને કોલેજના કુલ મળીને 100 માંથી 80 જેટલા વિદ્યાર્થી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા છે. અમીએ વધુમાં જણાવું હતું કે, તે વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ કરીને યુવાનો અને યુવતીઓને ડ્રગ્સના રવાડે ચડાવતી હતી.

સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામની મદદથી અમી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંક શહેરોના મોટા ઘરના અને ઉદ્યોગપતિઓનાં દીકરા-દીકરીઓને ટાર્ગેટ બનાવતી હતી. હાલ પોલીસે અમી અને અમીએ જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લીધા હતા તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *