મોરબી દુર્ઘટનામાં 50 લોકોના જીવ બચાવનાર હુસેન પઠાણે પોતાનું સન્માન કરવાની ના પાડી, એવી વાત કહી કે સાંભળી ભલભલાની આંખો ભીની થઇ જશે

ગુજરાત(Gujarat): હું ઘરેથી કહીને ગયો હતો કે, હું મચ્છુ મા ડૂબેલા લોકોને બહાર કાઢવા જઈ રહ્યો છું, મારું કંઈ નક્કી નથી કદાચ હું પાછો પણ…

ગુજરાત(Gujarat): હું ઘરેથી કહીને ગયો હતો કે, હું મચ્છુ મા ડૂબેલા લોકોને બહાર કાઢવા જઈ રહ્યો છું, મારું કંઈ નક્કી નથી કદાચ હું પાછો પણ ન આવી શકું. છે મોરબીના યુવાન હુસેન મહેબુબભાઇ પઠાણ(Hussain Mehbubbhai Pathan)ના. જેવો મોરબીની કાળજુ કંપાવી દે તેવી દુર્ઘટના(Morbi Bridge collapsed)માં અનેક યુવાનોની જેમ બચાવ કામગીરી માં કરવા માટે મચ્છુ નદીમાં કૂદી પડ્યા હતા. મોરબી દુર્ઘટનામાં 50 લોકોના જીવ બચાવનાર હુસેને પોતાનું સન્માન કરવાની ના પાડી દીધી હતી.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા મમ્મી અને મારી બહેન કદાચ ડૂબી ગયા હોત તો શું એમને બહાર કાઢવા માટે ન જાત? એમને પણ મેં બચાવ્યા હોત અને બીજાને પણ બહાર કાઢ્યા હોત. બસ માત્ર એટલું જ વિચારીને હું લોકોને બચાવવા માટે દોડી ગયો હતો.

હુસેનભાઇએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કઈ રીતે તેઓ મોરબીની પુલ દુર્ઘટના બાદ ના સ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે તેમણે લોકોને બચાવ્યા હતા. તેઓ જણાવતા કહે છે કે અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારના દ્રશ્યો ખૂબ જ ભયાનક હતા અને વિચલિત કરનારા હતા. બચાવ કામગીરીમાં જનારો એકલો વ્યક્તિનો હતો આખું મોરબી હતું. અલગ અલગ વિસ્તારમાંથી અનેક છોકરાઓ મદદ કરવા માટે આવ્યા હતા.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, મોરબીમાં ક્યાંય કોઈને પણ ખબર પડતી હતી કે ઝૂલતો પૂલ તૂટી ગયો છે તે લોકો ત્યાં આવી રહ્યા હતા. વધુમાં તેઓ જણાવતા કહે છે કે, મેં સમાજ સેવા કરી છે તેમાં પુરસ્કાર લેવાનો જ ન હોય. ને ફોન કરતા હતા કે તમારું સન્માન કરીએ, પરંતુ મારું મોરબી આખુ રડી રહ્યું હોય અને હું સન્માનમાં કુલ ને હાર કઈ રીતે પહેરી શકું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *