સૌરાષ્ટ્રમાં ઘણાં ધાર્મિક સ્થળો આવેલા છે એટલા માટે સૌરાષ્ટ્રને સંતોની ભુમિ કહેવામાં આવે છે. જેતપુર થી રાજકોટ જતા વચ્ચે રસ્તામાં વીરપુર ગામ આવે છે. ખાસ કરીને લોહાણા સમાજ અને દરેક જ્ઞાતિ માટે આસ્થાનું સ્થાન છે.સંત શ્રી જલારામ બાપાનું મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને પૂજનીય છે. અહીં રોજ હજારો લોકો દર્શનાર્થે આવે છે અને જલારામ બાપાના દર્શન કરીને પોતાને ધન્ય અનુભવે છે.
14 નવેમ્બર, 1799 ના રોજ સંતશ્રી જલારામ બાપાનો જન્મ ધાર્મિક માતા રાજબાઈજીના કુખે થયો હતો. જલારામ બાપા ના પિતા પણ ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતા એટલે સેવા અને ધર્મનો વારસો તેમને પોતાના બાળપણથી જ મળેલો છે. પરમપૂજ્ય સંતશ્રી ભોજલરામબાપા ને એવો એ પોતાના ગુરુ બનાવ્યા અને ગુરુ શિક્ષા તેમની પાસેથી લીધી અને વિરપુરમાં સદાવ્રત ચાલુ કર્યું એટલે કે જે ભૂખ્યાને ભોજન આપતું. એમને ચાલુ કરેલા સદાવ્રત આજે પણ અવરિત ચાલુ જ છે.
અહીંની ખાસ વાત તો એ છે કે કોઈપણ પ્રકારના દાન ધર્માદા વગર અન્નક્ષેત્રની સેવા અવિરત ચાલુ જ રહે છે. કોઈપણ દર્શનાર્થી પાસેથી કોઇ પણ પ્રકારનું દાન ના લેવામાં આવતું હોય એવું કદાચ આ વિશ્વનું એકમાત્ર મંદિર હશે. વળી અહીં કોઈ પણ જાતનાં દાન સ્વીકાર્યા વગર પણ અન્નક્ષેત્રની સેવામાં કોઈ ઉણપ આવતી નથી. આ રીતે જોવામાં આવે તો ભારતમાં દર વર્ષે કરોડોનું દાન મેળવનારા ધર્મસ્થાનોની સરખામણીએ વીરપુર જલારામ મંદિર એક અલગ જ સ્થાન ધરાવે છે.
9 ફેબ્રુઆરી, 2000 ના દિવસે જલારામ બાપાના મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ થઈ ગયું હતું. એ પહેલા મંદિરમાં રોકડ, અનાજ અને સિવાય ઘણું બધું દાન આવતું હતું પરંતુ જલારામ બાપા ની પાંચમી પેઢીના કાર્યવાહકોએ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધનારો નિર્ણય લીધો છે અને કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ નહીં સ્વીકારવાની જાહેરાત કરી છે.કોઈ ભાવિકની શ્રદ્ધા ને ઠેસ ના પહોચે એ રીતે સક્ષમ થઇ ગયા હોવાનું ભાવ નહીં પરંતુ સવિનય ઇન્કારનો વિનમ્ર ભાવ પ્રગટ થયો.
દાન નહિ સ્વીકારવાના મુખ્ય કારણમાં એવું કહેવાય છે કે મંદિર પાસે પુરતું દાન આવી ગયું છે અને તે દાન થી આવનારા સો વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે એવું કહેવામાં આવે છે. જલારામ બાપાના મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.