ST બસ ડેપોની બહાર નીકળતા જ ડ્રાઈવરે 70 વર્ષના વૃદ્ધાને લીધા અડફેટે, ઘટના સ્થળે જ વૃદ્ધાનું કરુણ મોત

રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજાની બેદરકારીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે, ગોંડલ શહેરમાંથી ફરી…

રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજાની બેદરકારીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે, ગોંડલ શહેરમાંથી ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. ગોંડલ એસટી ડેપોમાં એસટી બસનું વ્હીલ અજાણ્યા વૃદ્ધા પર ફરી વળતાં ઘટનાસ્થળે જ વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે.

મળતી માહિતી મુજબ, ગોંડલના એસટી ડેપોના ગેટમાંથી બહાર નીકળી રહેલી કમરકોટડા – ગોંડલ – રાજકોટ રૂટની લોકલ બસ મહેન્દ્રસિંહ પરમાર નામનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન, આશરે 70 વર્ષના વૃધ્ધા અડફેટે ચડી જતા મહિલાના માથા ઉપર બસનું વ્હીલ ચડી ગયું હતું. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ ગોંડલ સિટી પોલીસને થતાં ગોંડલ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉપરાંત, જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ વૃદ્ધાના મૃતદેહના ગોંડલની સરકારી હોસ્પિટલમાં આવેલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા લોકોના ટોળા વિખેરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર મામલે મૃતક વૃદ્ધાની ઓળખ મેળવવા તેમજ તેના વાલી વારસની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *