બાગેશ્વર ધામના મહારાજ કેવી રીતે જાણી લે છે લોકોના મનની વાત? ખુલી ગયું બાબાનું સૌથી મોટું રહસ્ય!

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur) જિલ્લાનું પ્રખ્યાત બાગેશ્વર ધામ સરકાર(Bageshwar Dham Sarkar) હનુમાન દાદાનું મંદિર છે, આ મંદિર કરોડો લોકોની ભક્તિ અને આસ્થા જોડાયેલી છે. આ બાગેશ્વર…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur) જિલ્લાનું પ્રખ્યાત બાગેશ્વર ધામ સરકાર(Bageshwar Dham Sarkar) હનુમાન દાદાનું મંદિર છે, આ મંદિર કરોડો લોકોની ભક્તિ અને આસ્થા જોડાયેલી છે. આ બાગેશ્વર ધામના પૂજારી અને કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Pandit Dhirendra Krishna Shastri) છે. બાગેશ્વર ધામના કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે. બાગેશ્વર મહારાજના નામથી ખ્યાતિ મેળવનાર ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના મનની વાત જાણી લેતા હોવાનો દાવો કરે છે. લોકોનું માનવું છે કે બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં એકવાર અરજી કરવામાં આવે તો ભાગ્ય બદલાઈ જાય છે. મહારાજ કહ્યા વિના લોકોની સમસ્યાઓ સમજી લે છે અને પછી તેમના મનની વાત કહે છે અને કાગળ પર સમસ્યાનું સમાધાન લખે છે કે થોડાક જ સમયમાં તમારી સમસ્યાનો હલ થઈ જશે.

મહત્વનું છે કે, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામ સરકાર દેશભરમાં પ્રખ્યાત થઈ ગયું છે. બાગેશ્વર ધામના દરબારમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી અરજીઓ આપે છે. પણ મોટો પ્રશ્ન એ છે કે બાબા લોકોના મનની વાત કેવી રીતે જાણે છે?

બાગેશ્વર ધામ સરકારનો દાવો છે કે, એની પાસે એવી શક્તિ છે, જે લોકોના મનની વાત જાણી લે છે. તેઓ કહે છે કે, તેનું સીધું જ ભગવાન સાથે કનેક્શન છે. તેઓને ઉપરથી જ સિગ્નલ મળે છે. આ સિગ્નલને કારણે તે લોકોની સમસ્યા જાણી લે છે. બાગેશ્વર મહારાજની આ શક્તિઓને કારણે બાગેશ્વર ધામમાં પહોંચનારા ભક્તોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

કેવી રીતે જાણી લે છે લોકોના મનની વાત?
બાગેશ્વર મહારાજ લોકોના વિચારો કેવી રીતે જાણી લે છે? આ એક મોટો પ્રશ્ન છે. હકીકતમાં આ વાતને લઇને કેટલાક નિષ્ણાતો દાવો કરે છે કે તે એક કલા છે. જ્યારે આપણે કઈ વિચારીએ છીએ, ત્યારે આપણા મોઢા પર કોઈ પણ પ્રકારનો ભાવ આવે છે. જેણે આધારે કેટલાક લોકો સામેવાળી વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, તેની જાણ થઇ જાય છે. ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે તો અંધ લોકો બ્રેઇલ લિપિની મદદથી વાંચી શકે છે.

મહત્વનું છે કે, હાવભાવ અને શારીરિક ક્રિયા પરથી સામે વાળા વ્યક્તિનો વ્યવહાર કેવો છે, તેના દ્વારા પણ તે વ્યક્તિના મનમાં શું છે તે અંગે જાણી શકાય છે. સાથે તેની વાત કરવાની રીતી કેવી છે તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર સરકાર વારંવાર હિન્દુઓને જાગૃત કરવાની વાત કરે છે. તે મોટા- મોટા મુદ્દાઓ પર પણ પોતાનું નિવેદન આપે છે. બાગેશ્વર મહારાજ કહે છે કે, હું મારા પરિવાર માટે નહીં પરંતુ લોકોને જગાડવા માટે કામ કરું છું. તેમણે વધુમાં કહ્યું કે, હું ધર્માંતરણ વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *