બા સાથે દોઢ વર્ષનો વર્ણી ધાબા પર તડકો ખાઈ રહ્યો હતો ને અચાનક એવી ઘટના બની કે, લોહીના આંસુએ રડી પડ્યો સુરતનો પાટીદાર પરિવાર

સુરત શહેરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સુરત સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં બની છે. જેમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું…

સુરત શહેરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સુરત સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં બની છે. જેમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું છે. જ્યાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો હોવાનું જાણવા મળી આવ્યું છે. દોઢ વર્ષીય બાળકના અકાળે મોતથી પરિવાજનો માં શોક નું માતમ છવાઈ ગયું છે.

સામાન્ય રીતે આપણે બાળકોને શિયાળામાં તડકો ખવડાવતાં હોય છે. આવામાં સુરતમાં બનેલી આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની છે. જયારે આ ઘટનામાં દાદી પૌત્રને તડકો ખવડાવી રહ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં દાદીએ તડકામાં બેસાડેલો પૌત્ર બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે પરિવાર માં ગમગીનીનો માહોલ છવાયો છે. જ્યારે હીરેનભાઇને સંતાનમાં એક દોઢ વર્ષીય પુત્ર વર્ણી હોવાનું જાણવા માં આવ્યું છે.

સેલવાસમાં આઠમાં માળેથી નીચે પટકાતા બાળકનું કરુણ મોત 
તાજેતરમાં જ સેલવાસમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવારના બાળકના મોતને લઈ પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે. ઘટના અંગે સેલવાસ પોલીસે ફરિયાદ નોંધની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સેલવાસના ડોકમરડી વિસ્તારમાં નવા બ્રિજની બાજુમાં જ 10 માળનું બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. અહીં બિલ્ડીંગના બાંધકામ માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાનવેરી ગામનો એક પરિવાર પણ અહીં કામ કરવા માટે આવ્યો હતો. તેમનો 6 વર્ષીય બાળક રુદય રતિલાલ અરજ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. ઉતરાયણની  રજા હોવાથી તે પરિવાર બાળકને પોતાની સાથે લઈ આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *