શા માટે માણસો દારૂના વ્યસની બને છે? રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

વાંદરા(Monkeys)ઓ એવા ફળો(Fruits) શોધતા રહે છે, જે પાક્યા પછી થોડા સડી ગયા હોય. એક નવા અભ્યાસ(Study) દરમિયાન આ વાત સામે આવી છે. વાસ્તવમાં, એવું જાણવા મળ્યું હતું કે વાંદરો દ્વારા ખાવામાં આવતા ફળોમાં લગભગ 2 ટકા આલ્કોહોલ(Alcohol)નું પ્રમાણ હોય છે. આ અભ્યાસ રોયલ સોસાયટી ઓપન સાયન્સ(Royal Society Open Science)નાં જર્નલમાં પ્રકાશિત થયો છે. વાસ્તવમાં, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(University of California), બર્કલેના જીવવિજ્ઞાની રોબર્ટ ડુડલી(Robert Dudley) 25 વર્ષથી મનુષ્યમાં દારૂ(Alcohol) પરના પ્રેમને લઈને સંશોધન કરી રહ્યા છે.

વર્ષ 2014 માં, તેણે તેના પર એક પુસ્તક લખ્યું હતું જેનું નામ ધ ડ્રંકન મંકી: વ્હાય વી ડ્રિંક એન્ડ એબ્યુઝ આલ્કોહોલ(The Drunken Monkey: Why We Drink and Abuse Alcohol)છે. આમાં તેણે ઈશારો કર્યો છે કે દારૂ પ્રત્યે મનુષ્યનો પ્રેમ વાંદરા અને લંગુરનું પરિણામ છે. વાંદરાઓ અને લંગુર વાઇનની સુગંધને કારણે ફળ ખાવા માટે પાકવાની રાહ જુએ છે. એટલી હદે કે તેમને ફળોમાં દારૂના નિશાન જોવા મળે છે.

વાંદરાઓ દ્વારા ખાવામાં આવેલા ફળો અને પેશાબના નમૂનાઓ પરથી કરવામાં આવ્યો અભ્યાસ: 
હવે માણસોમાં દારૂના પ્રેમ વિશે જાણવા માટે એક નવો અભ્યાસ કરવામાં આવ્યો છે. જે ‘ડ્રંકન મંકી’ પૂર્વધારણાને સમર્થન આપે છે. આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના જીવવિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ પનામામાં મળેલા કાળા હાથના સ્પાઈડર વાંદરાના ફળો અને પેશાબના નમૂનાઓ એકત્રિત કર્યા.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાંદરાઓ જોબોના કેટલાક સડેલા ફળ ખાવાનું પસંદ કરે છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 1 થી 2 ટકાની વચ્ચે હતું. જે કુદરતી આથોમાંથી જ આવે છે. આ જથ્થો લો-આલ્કોહોલ બીયર જેવો જ છે. આ ઉપરાંત વાંદરાઓના પેશાબમાં પણ આલ્કોહોલના નિશાન મળી આવ્યા છે. આના પરથી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે તેઓ એનર્જી માટે આલ્કોહોલનો ઉપયોગ કરે છે.

રિસર્ચમાં સામેલ ક્રિસ્ટીના કેમ્પબેલે કહ્યું કે, અમે પહેલીવાર સાબિત કરી શક્યા છીએ કે મનુષ્ય જેવા વાંદરાઓ આલ્કોહોલિક ફળ ખાય છે. આ માત્ર પ્રથમ અભ્યાસ છે. આના પર વધુ કામ કરવાની જરૂર છે. પરંતુ આ અભ્યાસ પછી એવું લાગે છે કે ‘ડ્રંકન મંકી’ની પૂર્વધારણામાં ચોક્કસપણે કંઈક સત્ય છે. આ અભ્યાસનો હેતુએ જાણવાનો છે કે, શું મનુષ્યમાં દારૂ પીવાની ઈચ્છા વાંદરાઓના ફળ ખાવાથી આવી રહી છે. ડુડલીએ કહ્યું- જો કે હજુ સુધી અમે એ શોધી શક્યા નથી કે વાંદરાઓ કેટલા ફળ ખાય છે જેમાં આલ્કોહોલ હોય છે. અને એનાથી તેમના વર્તનમાં શું બદલાવ આવે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *