“જો તમે કેટ-કેટલી મહિલા સાથે રાખતો હતો સબંધ, પણ તેને કયા ખબર હતી કે ભાંડો ફૂટશે ત્યારે થશે આવા-આવા ખેલ નો પહેલો ભાગ ન વાચ્યો હોય તો નીચે કલીક કરી વાંચો”
[ભાગ: 2]
ફેનિલના બીજી ચાર-પાંચ સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોવાની ધર્મીને પાકી જાણ હતી. ઘણીવખત બીજી સ્ત્રીઓની સરખામણીમાં ધર્મીને અપમાનિત કરતી વાતો પણ એ કહી નાખતો. જોકે સમય વીતવાની સાથે આ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવા છતાં બન્ને વચ્ચે એક પ્રકારની કટુતા રહી જ ગઈ હતી. પતિના પ્રેમથી વંચિત, એની બેદરકારીને બેવફાઈથી દુ:ખી સ્ત્રી જ ઘણીવાર પરપુરુષ પ્રત્યે આકર્ષાય છે, તે વાત ફેનિલ પોતાના જ અનુભવ પરથી સારી રીતે જાણતો હતો.
છેલ્લા થોડા દિવસોથી ફેનિલે ધર્મી સાથે વધુ નિકટતા કેળવવાનો અને તેમની એકધારી અરસિક જિંદગીમાં કંઈક સુખદ પરિવર્તન લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પાર્થની પ્રેમજાળમાં ધર્મીને ફસાતી બચાવવા માટે એણે પોતાનામાં પરિવર્તન પણ આણ્યું હતું. હવે એ ધર્મી સાથે ગપ્પાં મારતો અને સુખ-દુ:ખની વાતો કરતો, તેને ફરવા લઈ જઈને એની મનગમતી વસ્તુઓ અપાવતો. આમ છતાં એની તથા પાર્થની વચ્ચે અનૈતિક સંબંધ હોવા અંગે ફેનિલના મનમાં ઉદ્દભવેલ શંકા હજી યથાવત્ જ હતી. પાર્થની કેટલીક હરકતો એ પ્રકારની હતી જે શંકાના વમળને વધુ ઘુમરાવે.
ઘણી વાર ઇચ્છા હોવા છતાં એ ધર્મીને પાર્થ સાથેના સંબંધ વિચ્છેદ વિશે હુકમ કરી શકતો નહીં. એ પોતાને દરેક રીતે ધર્મી કરતાં શ્રેષ્ઠ માનતો. પોતાનાથી દુ:ખી થઈને એ પરપુરુષ તરફ આકર્ષાય, એવા વિચાર માત્રથી એનો અહં ઘવાતો. જો એ જબરદસ્તીપૂર્વક ધર્મીની પાર્થને મળતી અટકાવે. તો એણે સ્વીકારવું પડે કે ધર્મી પણ રાહુલ પ્રત્યે આકર્ષાઈ છે, પરંતુ કોઈ પ્રકારના પુરાવા વિના આવું વર્તન કરવાથી પોતે ધર્મીની દ્રષ્ટિમાંથી ઉતરી જાય. ફેનિલ જાણતો હતો કે દાંપત્ય જીવનમાં કસોટીની આવી કપરી ઘડી ઘણા યુગલોએ ભોગવવી પડે છે. આવા સમયે સંયમ અને સાવધાનીથી કામ લેવું જોઈએ.
ફેનિલ જ્યારે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો, ત્યારે તેમના પતિઓને ‘બિચારા’ અને ‘બેવકૂફ’ માનતો. એ સ્ત્રીઓ સાથે પ્રેમાલાપ દરમિયાન તેમની પ્રશંસા કરતાં તે થાકતો નહીં. આજે એને પોતાને જ ‘બિચારા’ અને ‘બેવકૂફ’ પતિ તરીકે ગણાઈ જવાનો ભય અત્યંત અપમાનજનક લાગતો હતો. એ મનોમન ધર્મીને ગાળો દઈ ક્રોધનો ઘૂંટડો ગળી જતો હતો.
અચાનક એણે જોયું કે, પાર્થએ પોતાની આત્મીયતા વ્યક્ત કરતાં એક હાથ ધર્મીના ખભા પર મૂક્યો હતો ત્યારે એના મનમાં ઘૃણા જાગી. પાર્થ ક્યાંય સુધી ધર્મીને પ્રભાવશાળી ઢબે કંઈક કહેતો રહ્યો. ધર્મીએ પણ એનો હાથ ખસેડવાની કોઈ ચેષ્ટા કરી ન હતી. આ જોઈ ફેનિલના ક્રોધનો પારો ઊંચો ચડતો જતો હતો.
ધર્મી અંદર આવવા માટે પાછળ ફરી કે પાર્થએ એકદમ એનો હાથ પોતાના બન્ને હાથથી પકડી લીધો. હવે ફેનિલની ધીરજનો અંત આવી ગયો. એ ક્રોધિત થઈ નીચે ઉતરવા જતો હતો ત્યાં જ અચાનક ઊભો રહી ગયો. એણે નજરે જોયું કે ધર્મીએ પાર્થના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. પછી એ ઝડપથી ચાલતી હોલમાં પહોંચી.
આ દ્રશ્ય અગાશીમાં ઊભેલા ફેનિલ ઉપરાંત લોનમાં બેઠેલા બીજા ચાર-પાંચ લોકોએ પણ જોયું હતું. પાર્થ પણ નીચું જોઈ ચૂપચાપ અંદર આવ્યો હતો. ફેનિલે નીચે આવીને જોયું તો એ ધર્મી સાથે કંઈ વાત કરવાની કોશિશ કરતો હતો. ધર્મીના ચહેરા પર નારાજીના ભાવ સ્પષ્ટ વરતાતા હતા. લગભગ પાંચ મિનિટ વાતચીત કર્યા બાદ પાર્થ ત્યાંથી જતો રહ્યો. ધર્મી હવે થોડી શાંત અને સહજ લાગતી હતી.
ઘરે આવીને ફેનિલ કે ધર્મી બન્નેમાંથી કોઈએ આ ઘટના વિશે વાત ન ઉખેડી. ધર્મી કપડાં બદલી સાવ ગુમસુમ થઈ આંખો બંધ કરી પથારીમાં સૂઈ ગઈ. જો ધર્મીએ પોતે જ આ વાત એને કહી દીધી હોત, તો ફેનિલ એને નિર્દોષ માની લેત. ફેનિલ ધર્મી કંઈ કહે તેની રાહ જોતો રહ્યો પરંતુ એ કંઈ બોલી નહીં.
હવે, ધર્મીએ તો ફેનિલને કઈ પણ વાત કરી નહિ, એ કારણો સર ફેનીલના મનમાં પણ સવાલોનો ઢગલો થઇ ગયો. હવે ધર્મી તો સુઈ ગઈ તો સવારે જાગીને કોનો સુરજ લાલ થશે તે આપણે જાણીએ આગળના ભાગમાં. એટલે કે ભાગ ત્રણ માં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.