જાણો સ્વિમિંગ પુલના પાણીમાં નાવાથી શરીરને કેટલું નુકશાન પહોંચે છે ?

ઉનાળાની ઋતુમાં સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કમાં જતા લોકોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ખાસ કરીને બાળકોને વેકેશન હોવાથી સ્વિમિંગ ક્લાસ કરાવવામાં આવે છે. એવામાં માતા-પિતાની જવાબદારી બને છે કે ક્યાંક બાળકોની મજા તેમના બીમાર પાડવાનું કારણ ન બની જાય. સ્વિમિંગ પૂલ આપણા શરીરને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. પેટમાં દુખાવો, મરોડ, ઉલ્ટી, ત્વચામાં બળતરા જેવા રોગોની ફરિયાદો શરૂ થઈ જાય છે. કારણ કે પૂલનું પાણી સાફ રાખવા માટે ક્લોરિનની માત્રા ઉમેરવામાં આવે છે, તે શરીર માટે નુકસાનકારક હોય છે. તેથી પૂલથી અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ ઉદભવે છે.

ડાયરિયા થઈ શકે છે
રિક્રિએશનલ વોટર ઈલનેસ (RWI)એટલે પાણી સંબંધિત મનોરંજક પ્રવૃત્તિઓથી થતા રોગો દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી અથવા પીવાથી થાય છે. RWIમાં ઘણા પ્રકારના ચેપ સામેલ હોય છે. તેમાં પેટ સંબંધિત બિમારી, ત્વચા, કાન, આંખ અને ન્યુરોલોજિકલ ઈન્ફેક્શન પણ થવાનું જોખમ રહેલું હોય છે. જોકે, આ બધામાં ડાયરિયા સામાન્ય છે. ડોકટરોનું પણ માનવું છે કે સ્વિમિંગ પૂલના પાણીમાં એવા બેક્ટેરિયા જોવા મળે છે જે ડાયરિયાનું કારણ બને છે. સ્વિમિંગ પૂલના પાણીમાં નોરોવાઇરસ, ઈ કોલાઈ અને લેજિયોનેલા વગેરે રોગો થવાનું જોખમ પણ રહે છે.

આ સાવધાની વર્તવી જોઇએ

સ્વિમિંગ પૂલમાં જતા પહેલાં અનેક પ્રકારની સાવધાની વર્તવાની જરૂર છે. પૂલમાં સ્વિમિંગ કરતી વખતે મોઢામાં પાણી ન જવું જોઇએ. આ ઉપરાંત, પૂલમાં ક્યારેય શૌચ ન કરવું. સ્વિમિંગ કરતી વખતે વચ્ચે બાથરૂમ જવા માટે બ્રેક અવશ્ય લેવો.

સ્વિમિંગ પછી જો તમારા શરીર પર ફોલ્લીઓ અથવા લાલા ચકામા પડી જાય છે તો એન્ટિ ઈચિંગ ક્રીમ અથવા મેન્થોલ લગાવો. આશરે સાતથી દસ દિવસની અંદર પણ જો આ લાલ ચકામા ન જાય તો ડોક્ટરનો સંપર્ક કરો. પાણીમાં ક્લોરિનની માત્રા વધુ હોવાથી વાળ ઊતરવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી સ્વિમિંગ કેપનો ઉપયોગ કરો. આ ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખો કે પૂલનું પાણી દૂષિત હોય તો પૂલ ઓપરેટર્સને જણાવો અને તે યોગ્ય રીતે સાફ થાય છે કે નહીં તે પણ ચકાસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *