ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે વીડિયો કોલ પડયો યુવકને મોંઘો, જાણો એવું તો શું થયું ?

સોશીયલ મિડિયા પર અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું જૂનાગઢના યુવાનને ભારે પડ્યું છે. યુવાને અજાણી સ્ત્રી સાથે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ કરી હતી. જો કે યુવાને યુવતીને…

સોશીયલ મિડિયા પર અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું જૂનાગઢના યુવાનને ભારે પડ્યું છે. યુવાને અજાણી સ્ત્રી સાથે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ કરી હતી. જો કે યુવાને યુવતીને બ્લોક કરી હતી. પરંતુ યુવતીએ અન્ય આઇડી પરથી ફરી ફ્રેન્ડશીપ કરી હતી અને વીડિયોકોલમાં અશ્લીલ ફોટા મોકલ્યા હતા. જે યુવતીએ રેકોર્ડ કરી યુવાનને બદનામ કરવાની ધમકી આપી 50 હજારની માંગણી કરી હતી. આ અંગે બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

યુવકે યુવતી સામે વિશ્વાસઘાત અને છેતરપીંડિની ફરિયાદ નોંધાવી

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના દિવ્યેશભાઇ ઓડેદરાને મીસ નિકિતા નામની યુવતીએ પ્રથમ શની નામે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ કરી હતી અને યુવાન સાથે વાત કરતી હતી જો કે અમુક સમય બાદ યુવાને યુવતીને ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી હતી. પરંતુ મીસ નિકિતા નામની યુવતીએ નવા આઇડી પરથી યુવાન સાથે ફ્રેન્ડશીપ કરી હતી અને વિશ્વાસમાં લીધો હતો. બાદ વોટ્સએપ નંબર મેળવી વીડિયો કોલ કર્યા હતા.

તેમજ યુવતીએ યુવાનને અશ્લીલ સીન બતાવ્યા હતા અને યુવાનના અશ્લીલ સીન મંગાવ્યા હતા. ત્યારે આ યુવતીએ તેનો વીડિયો રેકોર્ડિંગ કરી લીધો હતો અને યુવાનના સગા સંબંધિઓને મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી અને રૂ.50 હજારની માંગણી કરી હતી. તેમજ યુવાનને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને મીસ નિકિતા નામની સ્ત્રી સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *