જાણો નાનકડી દેખાતી એલાયચી, આપણા શરીરને કેવી રીતે ઉપયોગી બને છે ?

Published on: 12:48 pm, Wed, 15 May 19

રસોડામાં ઉપયોગમાં આવતી એલચી નાનકડી હોય છે પરંતુ તેનાથી ફાયદા ઘણા મોટા થાય છે. મીઠાઈમાં સ્વાદ અને સુગંધ વધારતી એલચી વજન ઘટાડવાથી લઈ અનેક લાભ કરે છે. એક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે એલચી પેટમાં ફેટ જામવા દેતી નથી અને શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. આ સિવાય એલચી કયા કયા ફાયદા કરે છે ચાલો જાણી લો સૌથી પહેલા.

ચરબી જામવા નથી દેતી

પેટની આસપાસ જમા થતી ચરબી સૌથી વધારે ખરાબ હોય છે. આ ભાગે ચરબી જામે ત્યારબાદ ઝડપથી ઓગળતી નથી. પેટની પાસે ચરબીના થર જામી જવાથી વ્યક્તિત્વ ખરાબ થઈ જાય છે. આ ચરબીને જામવાથી અટકાવે છે લીલી એલચી. જમ્યા બાદ એલચી ખાવાથી પેટના ભાગે ચરબી જામતી નથી.

શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે

લીલી એલચીમાં એવા તત્વ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ તત્વ શરીરનો રક્ત પ્રવાહ સુધારે છે. આ કામ માટે નિયમિત સવારે એલચીની ચા બનાવી ખાલી પેટ પીવી જોઈએ.

ગેસ અને અન્ય સમસ્યા

ખોરાકના કારણે થતી ગેસની અને અન્ય પેટના દર્દોને દૂર કરવામાં પણ એલચી મદદરૂપ સાબિત થાય છે. સારું પાચનતંત્ર વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

શરીરમાં પાણી નથી જામતું

ચરબી ઘટાડવા ઉપરાંત એલચીનું સેવન કરવાથી શરીરમાં વધારાનું પાણી જામતું નથી. એલચી ખાવાથી શરીરના અંદરના અવયવ બરાબર કામ કરે છે અને શરીરમાં જતી ગંદકી મૂત્ર વાટે બહાર નીકળી જાય છે.

કોલેસ્ટ્રોલમાં ઘટાડો

ચરબી ઘટાડતી એલચીમાં એવા ગુણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સાથે જ ટ્રાઈગ્લિસરાઈડ્સને પણ ઘટાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.