કોંગ્રેસના ‘ચાણક્ય’ ગણાતા અહમદ પટેલ એટલી સંપત્તિ મૂકીને ગયા છે કે, આંકડો જાણીને વિશ્વાસ નહી થાય  

Published on: 8:16 am, Thu, 26 November 20

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીનો શિકાર લાખો લોકો બન્યાં છે. કેટલાંક લોકોને તો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલનો એક મહિના અગાઉ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી એમને સારવાર અર્થે દિલ્હીમાં આવેલ મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

ગઈકાલે એટલે કે, 25 નવેમ્બરનાં રોજ એમનું અવસાન થયું હતું. અહમદ પટેલના અવસાન પછી અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી એમની દફનવિધિ પૈતૃક ગામમાં જ કરવામાં આવશે. ત્યાં જ અહેમદ પટેલ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ મૂકીને ગયા છે.

લોકો જાણવા માંગે છે તો આપને જણાવી દઇએ કે, તેઓ પોતાના પરિવાર માટે ચૂંટણી પંચને આપેલ એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે અહેમદ પટેલની પોતાની વાર્ષિક આવક 15,10,147 રૂપિયા હતી. એમના કરતાં એમનાં પત્ની મૈમુનાની આવક વધારે હતી.

ચૂંટણી પંચને આપેલ એફિડેવિટ પ્રમાણે મૈમુનાની વાર્ષિક આવક કુલ 20,15,900 રૂપિયા હતી. પતિ-પત્નીની કુલ આવક 35,26,047 રૂપિયા હતી. વર્ષ 2011-’17 ની વચ્ચે એમની આવકમાં કુલ 23% નો વધારો નોંધાયો હતો. અહેમદ પટેલની એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે એમની કુલ સંપત્તિ 6 કરોડ 51 લાખ 9,803ની હતી.

આ તેઓનું 1 કરોડ રૂપિયાની બચત છે. જો કે, અહમદ પટેલની આવકનું સાધન શું હતું. એનો ખુલાસો એફિડેવિટમાં થયો ન હતો. જો કે, એમના સંતાનોની આવક તેમજ કુલ સંપત્તિની માહિતી એફિડેવિટમાં આપવામાં આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle