હવે આધાર કાર્ડની મદદથી ફક્ત 10 જ મિનીટમાં બની જશે તમારું PAN કાર્ડ – જાણો કેવી રીતે?

હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને ખુબ જ ઉપયોગી થશે. PAN Card બનાવવા માટે તમારે હવે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. માત્ર થોડી ઓનલાઈન પ્રોસેસની મદદથી તમે તમારા આધાર કાર્ડની મદદથી જાતે જ પેન કાર્ડ બનાવી શકશો.

જાણો આની માટેની સ્ટેપ બાય સ્ટેપ સરળ પ્રોસેસને. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે PAN કાર્ડને અનિવાર્ય ડોક્યુમેન્ટ્સમાં સામેલ કરી લીધુ છે. તેના વગર તમે નહી તો બેંકમાં ખાતું ખોલાવી શકો છો તેમજ નહી તો ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો.

મોટી લેવડ દેવડ માટે પણ PAN કાર્ડ અનિવાર્ય છે. તમે તેને તરત જ બનાવડાવી લો. આની માટે ફોર્મ ભરવાની પણ જરૂર નથી. અમે તમને ખાસ ઓનલાઈન પ્રક્રિયા જણાવી રહ્યા છે કે, જેની મદદથી તમે જાતે જ પેન કાર્ડ બનાવી શકશો.

માત્ર 10 મિનિટમાં બની જશે તમારું PAN કાર્ડ :
તમે તમારા આધાર નંબરની મદદથી માત્ર 10 મિનિટમાં પેન કાર્ડ મફતમાં બનાવી શકો છો. આની માટે ઓનલાઈન જનરેટ થશે. ઈન્સ્ટન્ટ ઈ પેન કાર્ડ એપ્લીકેશન ફોર્મમાં તમારે આધાર નંબર આપવાનો રહેશે. ત્યારપછી અહીં આપવામાં આવેલ લિંકમાં મોબાઈલ નંબર પર e-KYC પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે OTP આવશે.

આધાર કાર્ડને Unique Identification Authority of India એટલે કે, UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે. જ્યારે પેન કાર્ડને ઈન્કમ ટેક્સ વિભાગ જાહેર કરવામાં આવે છે. તેમાં કુલ 10 અંકનો અલ્ફાન્યૂમેરિક હોય છે. PAN કાર્ડ એપ્લાય કર્યાની માત્ર 10 મિનિટમાં PDF ફોર્મેટમાં તમને મળે છે.

PAN કાર્ડ મેળવવાં માટેની ઓનલાઈન પ્રક્રિયા :

1. અહીં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા PAN કાર્ડ મેળવવા તમારે ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરવાનું રહશે. ત્યારપછી ‘Get New PAN’ પસંદ કરવાનું રહેશે. હવે તમને આધાર નંબર પૂછાશે તેમજ ત્યારપછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલાશે. OTP વેલિડેશન થયા બાદ તમને e-PAN આપવામાં આવશે.

2. અહીં અરજી કરનારે PDF ફોર્મેટમાં PAN કાર્ડની કોપી મેળવ્યા પછી ક્યૂઆર કોડને ડેમોગ્રાફિક ડિટેલ તથા ફોટો હોય છે. આવેદન કરતી વખતે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 15 નંબરનો નંબર આવશે. તેની મદદથી e-PAN ડાઉનલોડ કરી શકાશે. તેની કોપી આવેદનના ઈમેલ ID પર મોકલવામાં આવશે. આધાર કાર્ડથી ઈમેલ આઈડી રજિસ્ટર્ડ હોવું જરૂરી છે.

3. NSDL તથા UTITSLની મદદથી પણ PAN કાર્ડ બનાવી શકાય છે. આ બંનેની મદદથી PAN કાર્ડ બનાવવા માટે તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે. જેથી ઉલ્ટું ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટથી મફતમાં તમે PAN કાર્ડ મેળવી શકો છો.

4. ઇન્સ્ટન્ટ પેન ફેસિલિટીની મદદથી તમે કોઈપણ ફોર્મ ભરવાની ઝંઝટથી બચો છો. જરૂરી માહિતીને આધારે આસાનીથી PAN કાર્ડ બનાવી શકો છો. લિંકિંગને માટે તમારે અલગથી કંઇ કરવાનુ રહેતું નથી. આધાર કાર્ડની મદદથી PAN કાર્ડ બનતાં જાતે જ લિંક થઈ જાય છે.

5. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, ઈન્સ્ટન્ટ PAN કાર્ડ માટે માત્ર 10 મિનિટનો સમય લાગે છે. અત્યાર સુધીમાં કુલ 6.7 લાખ લોકોએ ઈન્સ્ટન્ટ PAN જનરેટ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *