કેવી રીતે શૂટ થયો જુનિયર NTR અને વાઘ વચ્ચેનો ફાઇટિંગ સીન? -વિડીયો જોઇને આંખે અંધારા આવી જશે

25 માર્ચના રોજ રીલીઝ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘RRR’ (South Indian Film ‘RRR’)એ બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મના એક એક સીન પર ચાહકો ફિદા થઈ ગયા હતા. માત્ર ભારત (India)માં જ નહીં, પરંતુ આ ફિલ્મ હોલિવૂડ (Hollywood)ના ફિલ્મમેકર્સને પણ પસંદ આવી હતી. ત્યારે હાલમાં જ ફિલ્મના વિઝ્યૂઅલ ઇફેક્ટ સુપરવાઇઝરે(Visual effects supervisor) ફિલ્મનો એક સીન VFXની મદદથી કેવી રીતે શૂટ કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો શૅર કર્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા (Social media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

શું છે વીડિયો?
બોક્સ ઓફીસ પર ધૂમ મચાવનાર ફિલ્મ ‘RRR’માં જુનિયર NTR ઉપરાંત રામચરણ તેજા, આલિયા ભટ્ટ, અજય દેવગન, શ્રિયા સરન મહત્ત્વના રોલમાં હતાં. જેમાં જુનિયર NTR (ફિલ્મમાં ભીમનું પાત્ર ભજવ્યું હતું) જંગલમાં છે અને તેની પર વાઘ હુમલો કરે છે. જુનિયર NTRના બંને હાથ બાંધેલા છે અને તે કેવી રીતે વાઘનો સામનો કરે છે, તે વાત બતાવવામાં આવી છે. હવે આ સીનનું શૂટિંગ કેવી રીતે કરવામાં આવ્યું હતું, તેનો વીડિયો વિઝ્યૂઅલ ઇફેક્ટ સુપરવાઇઝર શ્રીનિવાસ મોહને શૅર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ફિલ્મના ડિરેક્ટર એસ એસ રાજમૌલિ એક્ટર જુનિયર NTRને આખો સીન સમજાવે છે. એસ એસ રાજમૌલિની સાથે વિઝ્યૂઅલ ટીમ પણ જોવા મળે છે. જંગલી પ્રાણીને બદલે વાઘનું પૂતળું બનાવવામાં આવ્યું હતું અને એની સાથે સીન શૂટ થાય છે. ફિલ્મના ડિરેક્ટર એસ એસ રાજમૌલિ જંગલમાં આ પૂતળું લઈને આમથી તેમ થાય છે અને એ રીતે સીન શૂટ કરવામાં આવે છે. પછી એડિટિંગ ટેબલ પર તે પૂતળાંને સ્થાને વાઘ બતાવવામાં આવે છે. આ રીતે વાઘ સાથે લડાઈનો સમગ્ર સીન શૂટ કરવામાં આવ્યો હતો.

સો.મીડિયામાં વીડિયો વાઇરલ
હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ ફિલ્મમાં આ સીન જોતી વખતે ચાહકોના રૂંવાડાં ઊભા થઈ ગયા હતા અને હવે આ સીનનો બિહાઇન્ડ ધ વીડિયો જોઈને ચાહકો ઇમ્પ્રેસ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, ‘RRR’એ વર્લ્ડવાઇડ 1200 કરોડની કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *