Diwali Gujarat Weather: હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયવાસીઓને બેવડી (Diwali Gujarat Weather) ઋતુનો સામનો કરવો પડશે સાથે સાથે દિવાળીમાં લોકોએ ગરમીનો સામનો કરવો પડશે તેમજ રાજ્યમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહી શકે છે.
રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે
રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે
ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
પાંચ નવેમ્બર સુધી તો ગરમી, ઉકળાટ અને તાપમાનનો સામનો કરવો પડશે. આવતીકાલથી વાદળો વિખેરાતા જશે અને તે તમામ વિસ્તારોમાં તાપમાન પણ ઊંચું જશે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન નીચું હતું. પરંતુ હવે રાજ્યમાં 32 થી લઈને 36 સુધીનું તાપમાન નોંધાઈ શકે છે. ક્યાંક ક્યાંક તો 38 ડિગ્રી તાપમાન પણ નોંધાઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App