મેઘકહેર વચ્ચે રાજકોટના ન્યારી ડેમમાં યુવાનોએ એવો સ્ટંટ કર્યો કે જોનારના જીવ તાળવે ચોટયા

ગુજરાત (Gujarat)માં ઘણા બધા જિલ્લાઓમાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ (Rajkot)નો પણ સમાવેશ થાય છે. આવા સમયે આજી ડેમ અને ન્યારી ડેમમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જેને નિહાળવા લોકો ઊમટી રહ્યા છે, આ સમયે કેટલાક લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી કરતૂતો કરી રહી રહ્યા હતા. જે જોઇને સૌ કોઈ દંગ રહી ગયા હતા. હાલ તેનો વિડીઓ પણ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, ન્યારી ડેમ પર ત્રણ શખસે પોતાના થારને ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એક થાર ચલાવતો હતો, જ્યારે અન્ય બે થારમાં બંને સાઇડ ઊભા રહી હાકલા-પડકારા કરતા હતા. હાલ આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસ આ તત્ત્વોને શોધી તેને કાયદાનું ભાન કરાવશે કે કેમ એના પર મીટ મંડાઇ છે.

તંત્ર દ્વારા ડેમ નજીક ન જવાની સૂચના:
રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘકહેર સર્જાયો હતો. જેને કારણે મંગળવારે પડેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા ડેમ, તળાવ, સરોવર નજીક બિનજરૂરી પ્રવાસ ટાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી, છતાં આવારા તત્ત્વોને જાણે જોખમી સ્ટંટ કરવાનું ઘેલું લાગ્યું હોય એમ થાર પર સવાર થઈને થાર ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એ સમયે તેના મિત્રો આ દૃશ્યોનું શૂટિંગ કરી રહ્યા હતા અને આસપાસ ઊભેલા લોકો પણ આ જોખમી સ્ટંટને નિહાળી રહ્યા હતા.

આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો:
આજની યુવાપેઢી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કઈ પણ કરી શકે છે. ઘણી વાર પોતાના જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. જોકે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાનો આવો ક્રેઝ ભારે પડી શકે છે. ઘણી વખત આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે રાજકોટમાં વાઇરલ થયેલો આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *