ગણતરીની સેકંડોમાં જમીનદોસ્ત થઇ નેશનલ હાઇવેની પ્રોટેક્શન દીવાલ- જુઓ LIVE વિડીયો

વડોદરા(Vadodara): ભારે વરસાદને પગલે વડોદરાના પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી, જેને કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી…

વડોદરા(Vadodara): ભારે વરસાદને પગલે વડોદરાના પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી, જેને કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને 5 ઝૂંપડાંને નુકસાન થયું હતું. સદનસીબે મકાન અને ઝૂંપડાંમાં રહેતા 15 લોકોનો બચાવ થયો હતો.

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર રોજનાં હજારો વાહનો પસાર થાય છે. તાજેતરમાં જ ઢાઢર નદીમાં પાણી વધતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં, જેને કારણે પોર સહિતનાં ગામના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, ત્યારે બુધવારે સવારે પોર નજીક હાઇવેની પ્રોટેક્શન વોલ ધસી જતાં વાહનચાલકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. હાઈવેની નીચેના ભાગે ઝૂંપડાં આવેલાં છે. એકાએક લોખંડની રેલિંગ સાથે પ્રોટેક્શન વોલ ધસી પડતાં એક મકાન અને 5 ઝૂંપડાંને નુકસાન પહોંચ્યું હતું.

ઝૂંપડાંમાં રાખેલી ઘરવખરીને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે. ઘટનાને પગલે હાઇવે પર આડસ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના પાણી ઘૂસી જવાથી ત્યાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું અને એને કારણે જ ઝૂંપડાંમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી હતી.

વળી બીજી બાજુ દિલ્હીથી મુંબઇ જતા એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન કરજણ તાલુકાના સંભોઈ અને અભરા ગામ પાસે બ્રિજની બાજુમાં માટી પુરાણ કરીને બ્લોક નાખીને દીવાલ બનાવી હતી, જે દીવાલ વરસાદના પાણીના કારણે ધરાશાયી થઇ ગઈ હતી અને માટી પુરાણ ધોવાઈ જવા પામ્યું હતું . નવા પ્રોજેક્ટ્સમાં પણ વરસાદે ધોવાણ કરી નાખતાં સંભોઈ ગામ તરફના વાહનવ્યવહારને અસર થઈ હતી, જ્યારે એક્સપ્રેસ હાઈવેની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *