હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગા બાપે જ પોતાની 2 વર્ષની માસુમ દીકરીની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ તેણે પોતે પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે બચી ગયો. આ અંગે જયારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પિતાએ દીકરીની હત્યા અંગે ચોકાવનારો ખુલાસો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, 45 વર્ષીય રાહુલ પરમાર મૂળ ગુજરાતનો તેમજ બેંગલુરુમાં ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો. આ દરમિયાન 16 નવેમ્બરના રોજ કોલારના કેનદત્તી ગામના તળાવમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથે જ વાદળી રંગની કાર પણ મળી આવી હતી. ત્યારે ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. તેથી આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા 16 નવેમ્બરના રોજ બેંગલુરુ રેલવે સ્ટેશનથી આરોપી પિતાને ઝડપી લેવામાં આવ્યો.
દીકરીને સ્કૂલે લઇ જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો:
આ દરમિયાન પોલીસે પૂછપરછ કરતા રાહુલે જણાવ્યું હતું કે, તે દીકરીને સ્કૂલે લઇ જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. તે પોતાને મારવા ઇચ્છતો હતો, પરંતુ દીકરી સાથે હોવાથી તે નિર્ણય ન લઇ શક્યો. તે આખો દિવસ બેંગલુરુ અને કોલારની આસપાસ ચક્કર લગાવતો હતો. સાંજે તળાવની પાસે કાર રોકીને ઘણી વાર સુધી વિચારતો રહ્યો કે શું કરવું જોઇએ.
દીકરીને એટલી જોરથી ગળે વળગાવી કે તેનો જીવ નીકળી ગયો
આ પછી તેણે ઘરે પાછા ફરવા માટે પણ વિચાર્યું, પરંતુ તેને ડર સતાવતો હતો કે જો તે ઘરે પરત ફરશે તો લેણદારો તેને ફરી પરેશાન કરશે. ત્યારબાદ તળાવની પાસેની એક દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ અને બિસ્કિટ ખરીદ્યા. પરંતુ દીકરી બપોરથી ભૂખી હતી, તેથી તે રડતી હતી. રાહુલની પાસે બાળકીને ખવડાવવાના પૈસા નહોતા. એટલા માટે તેણે દીકરીની સાથે જ જીવ આપવાનો ફેંસલો કર્યો.
આ માટે પહેલાં તે ઘણી વાર સુધી દીકરી સાથે રમતો રહ્યો. તેમજ ઘણી વાર સુધી ગળે લગાડતો રહ્યો. ગળે લગાવતા બાળકીનો શ્વાસ રૂંઘાવા લાગ્યો રહ્યો. બાળકીનો જીવ નીકળી ગયો. તે બાળકીના શબની સાથે તળાવમાં કૂદી પડ્યો, પરંતુ તે બચી ગયો. ત્યાર બાદ તેણે ટ્રેન નીચે પડતું મૂકીને જીવ આપવાનું વિચાર્યું. તે બેંગલુરુ રેલવે સ્ટેશન પહોંચ્યો, જ્યાં બીજે દિવસે પોલીસે તેને પકડી લીધો. રાહુલ 15 નવેમ્બરથી પોતાની દીકરી સાથે ગુમ હતો.
છ મહિનાથી બેરોજગાર હતો રાહુલ, ઘરમાં ચોરીનો ખોટો રિપોર્ટ લખાવ્યો:
રાહુલ છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતો અને તેને પોતાના બિટકોઇન ધંધામાં પણ ભારે નુકસાન થયું હતું. આ પછી તેણે જાતે જ પોતાના ઘરમાંથી દાગીના ચોર્યા હતા. ત્યારબાદ પોલીસમાં ખોટી ફરિયાદ લખાવી હતી. જેને પગલે પોલીસે તેને પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું, પરંતુ તેની પહેલાં તેણે પોતાની દીકરીની હત્યા કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.