પરિવારને ક્યાં ખબર હતી કે આ છેલ્લી સેલ્ફી હશે! વહેલી સવારે સાયકલ ચલાવવા નીકળેલા બિઝનેસમેનને BMW એ કચડ્યા

કારની ટક્કરમાં એક સાઈકલ સવારનું મોત થયું છે. મામલો ખુબ ચર્ચામાં છે કારણ કે 50 વર્ષીય સાઇકલ સવારને ટક્કર મારનારી કાર BMW છે. અને તેમાં…

કારની ટક્કરમાં એક સાઈકલ સવારનું મોત થયું છે. મામલો ખુબ ચર્ચામાં છે કારણ કે 50 વર્ષીય સાઇકલ સવારને ટક્કર મારનારી કાર BMW છે. અને તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે કારની પ્લેટ પર લખેલ નંબર પણ ‘VIP’ હતો. તેની વિન્ડસ્ક્રીન પર સંરક્ષણ મંત્રાલયનું સ્ટીકર પણ જોવા મળ્યું હતું.

રિપોર્ટ અનુસાર અકસ્માતનો ભોગ બનેલાનું નામ શુભેંદુ ચેટર્જી છે. તે બિઝનેસમેન કરતો હતો. તેઓ ઉત્સુક સાયકલ સવાર તરીકે વિસ્તારમાં જાણીતા હતા. રિપોર્ટ અનુસાર, પોલીસનું કહેવું છે કે શુભેંદુ દરરોજ સાયકલ ચલાવતો હતો. શુભેંદુ સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખતો હતો. અકસ્માત સમયે તેણે હેલ્મેટ પણ પહેરેલુ હતું.

ઘટનાસ્થળની તપાસના આધારે પોલીસે જણાવ્યું કે, BMW કાર પર સંરક્ષણ મંત્રાલયનું દિલ્હી કેન્ટ બોર્ડનું સ્ટીકર ચોંટાડવામાં આવ્યું હતું. અકસ્માત બાદ સામે આવેલી તસવીરમાં આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર જોવા મળે છે. જો કે કાર ચલાવનાર વ્યક્તિ બોર્ડનો સભ્ય નથી, કારના માલિકને સ્ટીકર સાથે કોઈ લેવાદેવા નથી.

રીપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે તેમને સવારે 6-7 વાગ્યે પીસીઆઈઆર પર અકસ્માતની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસ દિલ્હી-ગુડગાંવ હાઈવે પર એક ફ્લાયઓવર પર પહોંચી હતી. રસ્તાના કિનારે કાર અને સાયકલ પડ્યા હતા. કારની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી. કેટલીક જગ્યાએ સામાન્ય નુકસાન થયું હતું. જ્યારે સાયકલ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

તપાસને ટાંકીને પોલીસે કહ્યું કે સુનીલે જૂની BMW ખરીદી હતી. પરંતુ તેમાંથી સ્ટીકર હટાવવામાં આવ્યું ન હતું. સુનીનો દાવો છે કે ઘટના સમયે તે કારમાં હાજર નહોતો. ડીસીપીએ કહ્યું કે તેઓ આ દાવાની ચકાસણી કરશે. જો જરૂર પડશે તો વધુ કલમો લગાવવામાં આવશે. જોકે આરોપી ડ્રાઈવરને જામીન મળી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *