સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ઘણા લોકો આ કોરોનાની ઝપેટમાં પણ આવી ચુક્યા છે. ત્યારે આ કપરા કાળમાં હોસ્પીટલમાં લોકોને બેડ નથી મળી રહ્યા અને ઓક્સિજનની ભારે તંગી સર્જાણી છે. ત્યારે આ કોરોનાના સંક્રમણ વચ્ચે પણ કેટલીક ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો અને ગૃપો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવામાં આવે છે. ત્યારે ફરી એક વાર એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શું છે જાણીએ વિસ્તૃતમાં…
હાલમાં આ કોરોનાના સંક્રમણ વચ્ચે ઘણી સંસ્થાઓ દર્દીનોની મદદે આવે છે અને આ સંસ્થાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે એમ્બ્યુલન્સ, ઓક્સીજન અને ભોજન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક ગોંડલથી સમાચાર મળી રહ્યા છે કે ગોંડલના માનવ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પફૂલભાઈ રાજ્યગુરુ દ્વારા ગોંડલમાં આવેલી સિવિલ હોસ્પીટલમાં 24 કલાક ખડે પગે સેવા આપી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી અનોખી સેવા આપી રહ્યા છે. સાથે તેઓ બિનવારસી મૃતદેહોને જાતે કાંધ આપીને અંતિમ વિધિની સેવા પણ ખુબ સારી રીતે નિભાવે છે. હાલ આ કોરોનાની બીજી લહેરમાં ગોંડલમાં નહીવત કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે કોઈ પણ જાતના સ્વાર્થ વગર સિવિલ હોસ્પીટલમાં નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે.
માનવ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પફૂલભાઈ હંમેશા માનવ સેવા કરવા માટે તત્પર જ રહે છે. તેઓ છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી એમ્બ્યુલન્સની સેવા આપી રહ્યા છે અને બિનવારસી મૃતદેહોને તેની જગ્યાએ પહોચાડે છે. સેવા કાર્ય કરતા પ્રફુલભાઈના ધર્મ પત્ની કોરોનાના સંક્રમણમાં આવી ચુક્યા છે અને તે કોરોના પોઝીટીવ આવતા તે પોતાના ઘરે જ સારવાર લઇ રહ્યા છે પરંતુ પત્નીની ચિંતા કર્યા વગર તેમણે પોતાની સેવા શરૂ રાખી.
પફૂલભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાય વર્ષોથી લોકોની નિસ્વાર્થભાવે સેવા કરી રહ્યો છું અને જો તેમાં પણ જરૂરિયાત મંદ અને ગરીબ લોકોને મારાથી બનતી તમામ મદદ હું કરું છું. કોરોનાની પહેલી લહેરમાં પણ મેં આવી જ રીતે લોકોની મદદ કરી હતી. જયારે અત્યારે પણ હું 24 કલાક ખડેપગે સેવા કરી રહો છું. હાલમાં મારા પત્નીને કોરોના થયો છે જે હમણાં ઘરે જ સારવાર હેઠળ છે. મારા આ સેવાભાવી કાર્યોથી અનેક યુવાનો મારી સાથે જોડાયેલા છે. મારા પર ભગવાનનો હાથ અને આશીર્વાદ છે જે મણે ક્યારેય અને ક્યાય પણ નહિ અટકવા દે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.