સુંદરતામાં દીપિકાથી લઈને આલિયાને પણ ટક્કર આપી રહી છે રેખાના પહેલા પતિ વિનોદ મેહરાની દીકરી

અભિનેતા વિનોદ મહેરા(Actor Vinod Mehra) બોલીવૂડ (Bollywood)ના ખુબ જ પ્રખ્યાત અભિનેતા રહી ચુક્યા છે. તેઓએ ઘણી ફિલ્મો(Film) દ્વારા લોકોને મનોરંજન કરાવ્યું છે. વધુમા, વિનોદ મહેરાની વાત કરીએ તો તેમનો જન્મ ૧૩ ફેબ્રીઆરી ૧૯૪૫ માં થયો હતો. તેઓ ૧૯૯૦ના સમયગાળા દરમિયાન બોલીવુડની ફિલ્મમોમાં અભિનેતા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૫૦ માં બાળ અભિનેતા તરીકે કરી હતી, ત્યારબાદ ૧૯૭૧ થી તેઓ ફિલ્મમાં અભિનેતા હતા. એક રીપોર્ટ અનુસરે, તેમણે ૧૦૦ થી પણ વધુ ફિલ્મમાં કામ કર્યું છે, તેઓ અભિનેતા અને ડાયરેક્ટર(Director) પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Soniya Mehra (@thepixietribe)

વિનોદ મહેરાનું 30 ઓક્ટોબર, 1990 ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. વિનોદે 45 વર્ષની ઉંમરે આ દુનિયાને કાયમ માટે વિદાય આપી હતી. મળતી માહિતી અનુસાર, વિનોદ મેહરાના 3 લગ્ન થયા હતાં. વિનોદ મહેરાના પહેલા લગ્ન અરેંજ મેરેજ હતા. તેમણે મીના બ્રોકા સાથે તેમની માતાની ઇચ્છાથી લગ્ન કર્યા હતા, પરંતુ તેમના થોડાક જ સમયમાં છૂટાછેડા થઇ ગયા હતા. પહેલા લગ્નજીવન દરમિયાન તેમનું બિંદિયા ગોસ્વામી સાથે અફેર હતું તેથી તેમણે બીજી વખત બિંદિયા સાથે લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન જીવન પણ સફળ રહ્યું નહોતું. તેમના બિંદિયા સાથે 4 વર્ષ બાદ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેમણે કિરણ સાથે ત્રીજા સાથે લગ્ન કર્યા હતા. તેમને કિરણના બે સંતાન હતા, જેમના નામ સોનિયા અને રોહન છે.

 

View this post on Instagram

 

A post shared by Soniya Mehra (@thepixietribe)

રેખાના પહેલા પતિ વિનોદ મેહરા હતા:
અહેવાલો અનુસાર, વિનોદ મેહરાની પહેલી પત્ની રેખા હતી. મળેલી માહિતી મુજબ, વિનોદ મેહરા એક ફિલ્મના સેટ પર રેખાને મળ્યો હતો. શૂટિંગ દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. ત્યારબાદ બંનેએ ગુપ્ત રીતે લગ્ન કાર્ય હતા, પરંતુ વિનોદની માતાએ આ સંબંધને મંજૂરી ન આપતા બંનેએ લગ્નના માત્ર બે જ મહિના પછી અલગ થવાનું નક્કી કર્યું હતું. વિનોદ મેહરા એ સમયે ઇન્ડસ્ટ્રીનો સૌથી હેન્ડસમ એક્ટર હતો.

 

View this post on Instagram

 

A post shared by Soniya Mehra (@thepixietribe)

વિનોદ મેહરાની પુત્રી ખૂબ ગ્લેમરસ છે:
વિનોદની ત્રીજી પત્ની કિરણના બે સંતાનોમાંથી એક પુત્રી સોનિયા મેહરા છે. એક રીપોર્ટ અનુસાર, સોનિયા મહેરાનો જન્મ 2 ડિસેમ્બર 1989 માં થયો હતો. હાલ સોનિયા એક બોલિવૂડ અભિનેત્રી છે પરંતુ તે માત્ર થોડીક જ ફિલ્મોમાં જોવા મળી છે. જોકે, હજી સુધી તેને કોઈ ઓળખ મળી નથી જેની તે લાયક છે. મળેલી માહિતી અનુસાર, સોનિયા ‘રાગિની એમએમએસ 2’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે તાન્યા કપૂરની ભૂમિકા ભજવી હતી. ‘રાગિની એમએમએસ 2’ સિવાય તેણે ‘એક મેં ઔર એક તુ’, ‘શેડો’ અને ‘વિક્ટોરિયા નંબર 13’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલીવૂડમાં એમ પણ આજકાલ સ્ટાર કિડ્સનો યુગ ચાલી રહ્યો છે. સુહાના ખાન, સારા અલી ખાન, જ્હન્વી કપૂર, અનન્યા પાંડે આ બધા ઘણા ફેમસ છે, પરંતુ સોનિયા મેહરાને બહુ ઓછા લોકો ઓળખે છે. સોનિયા દેખાવમાં ખૂબ જ સુંદર અને હોટ છે. સુંદરતાની દ્રષ્ટિએ સોનિયા મહેરા આ બધા સ્ટાર કિડ્સને ટક્કર આપે છે. તે બોલિવૂડમાં કોઈ અભિનેત્રીથી ઓછી દેખાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *