માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બાગપત (Bagpat)માં માતાના હાથમાં મૃત્યુ પામેલ માસૂમની લાશને ઘરે સુધી પહોંચાડવા માટે કોઈએ મદદ ન કરતા, તે માસૂમના પિતા અને 10 વર્ષના મોટા ભાઈએ કેના મૃત શરીરને ખોળામાં ઊંચકીને ચાલતા પોતાના ઘરે પહોચાડવું પડ્યું હતું. ત્યારે હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, બાગપતમાં દિલ્હી-યમુનોત્રી હાઈવે પર સાવકી મા સીતાએ ગુસ્સામાં પોતાના 2 વર્ષના બાળક કાલાને રસ્તા પર ફેંકી દીધો હતો. આ દરમિયાન રસ્તા પર પડેલો માસૂમ બાળક કારની નીચે આવી ગયો હતો અને ઘટના સ્થળે જ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. તેમજ ગુનો નોંધી આરોપી સાવકી માતાની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ કાલાની લાશને પોસ્ટમોર્ટમ માટે ત્યાંની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોસ્ટમોર્ટમ બાદ જરૂરી પ્રક્રિયા કરી માસૂમના શવને તેના પિતાને સોંપી દેવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલે તેના શવને લઈ જવા માટે કોઈ વાહન ઉપલબ્ધ કરાવ્યું ન હતું. તેમજ લોકોએ પણ આ લાચાર પિતાની કોઇપણ પ્રકારની મદદ કરી ન હતી. જેના પરિણામે પરિવારના લોકોએ ચાલતા જ પોતાના હાથમાં શવ લઈને ઘરે જવું પડ્યું હતું. પરિવારમાં માસૂમ બાળકના પિતા અને 10 વર્ષનો ભાઈ વારાફરતી તેની લાશને ખોળામાં ઊંચકીને જતા જોવા મળ્યા હતા.
#uttarpradesh#bagpat#deadbody@BagpatDm
शर्मनाक! बागपत में पोस्टमार्टम के बाद बच्चे का शव हाथों में उठाकर ले जा रहे परिजन. pic.twitter.com/DpzEQcVRUG
— Sweta Gupta (@swetaguptag) August 27, 2022
લાંબા સમયનું અંતર કાપ્યા પછી પિતા થાકી જતા મોટો ભાઈ તેને પોતાના ખોળામાં ઊંચકતો હતો અને તે થાકી જતા પિતા ફરીથી તેને ખોળામાં ઊંચકીને ચાલતા હતા. આ અંગે દુ:ખી પિતાએ જણાવ્યું હતું કે, જો તેમની પાસે એટલા પૈસા હોતે તો તેઓ પ્રાઈવેટ એમ્બ્યુલન્સ કરી લેતે. જ્યારે આ અંગે જિલ્લાના મુખ્ય ચિકિત્સાધિકારી દિનેશ શર્માએ કહ્યું કે મૃતક બાળકના પિતાને પોલીસે 500 રૂપિયા આપ્યા હતા, પરંતુ પરિવારની ઈચ્છાથી જ તેઓ લાશને લઈને ચાલતા નીકળી ગયા હતા. જોકે સીએમએચઓનો દાવો છે કે, થોડા અંતર પછી તેમને વાહન ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું હતું અને તેમાં બેસાડીને તેમને તેઓના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.