સુરત(Surat): શહેરમાં ડુમસ(Dumas) વિસ્તારમાં કોરોના ગાઈડલાઈન્સ(Corona Guidelines)ના ખુલેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સુરતના ડુમસ પાર્ટી પ્લોટનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના મારફતે વાયરલ થઇ રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે, લોકો ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય.
મળતી માહિતી અનુસાર, ક્રીસમસની ઉજવણીમાં એક સાથે સેંકડો લોકો ભેગા થયા હતા. સાથે આ ઉજવણી દરમિયાન ડી જે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં આ વિડીયો એક ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, લોકોના મોઢા પર નથી માસ્ક કે નથી જળવાયું સામાજિક અંતર.
લોકો ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યા છે જાણે કે કોરોના ખતમ જ ન થઇ ગયો હોય! સરકારની ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, પોલીસને આ કાર્યક્રમ અંગે જાણ હોવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. આ પ્રકારની ભીડથી આગામી સમયમાં કોરોના ફરી એક વખત હરણફાળ ભરે તો નવાઈ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.