અમેરિકાના અલાબામામાં આવેલા વાવાઝોડાએ લાખો લોકોને પોતાની ચપેટમાં લીધા છે. તેમાંથી 12 લોકોના મૃત્યુ થયું છે. અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં આ તોફાનને કારણે ભારે નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વરસાદ અને તોફાનને કારણે મકાનો નષ્ટ થયા છે.
બે વાહનો વચ્ચે અથડામણ થતાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે જેમાં 9 બાળકો સમાયેલા છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા છે. આ દરમિયાન તુસ્કાલૂસા શહેરમાં એક મકાન પર વૃક્ષ પડતા એક યુવાન તથા 3 વર્ષના બાળકનું મોત થયું છે.
મિસ્સીસિપ્પીના ગલ્ફ કોસ્ટમાં 12 ઇંચ વરસાદ પડયો હતો. અલાબામા અને જ્યોર્જિયામાં તોફાનને કારણે સૌથી વધુ નુકસાન થયુ છે. આ તોફાનની અસર ઉત્તર કોરોલિનાથી લઇને ડક ટાઉન સુધી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા દરમિયાન, હજુ પણ 45 કિલીમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ તોફાન સોમવારે ઉત્તર કોરોલિના તરફ વળે તેવી શક્યતા છે. અલાબામાના નોર્થપોર્ટમાં 20 લોકોને બચાવ કરવામાં આવ્યો હતો. નોર્થપોટમાં રાહત શિબિર શરૂ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.