શ્રીનાથજીના દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, દંપતીનું મોત નીપજતા પરિવારમાં છવાયો માતમ

Published on Trishul News at 11:13 AM, Tue, 26 September 2023

Last modified on September 26th, 2023 at 11:21 AM

Accident in Mehsana: આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ નજીક આજે સવારે કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું હતું. કારમાં બેઠેલા અન્ય છ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, પીડિત પરિવાર નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ, ખૂંટ પરિવારના સભ્યો આજે અર્ટિંગા કાર લઈ નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા નીકળ્યો હતો. જેમની કાર મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી.

કારમાં સવાર દિનેશભાઈ ખૂંટ અને તેમના પત્ની શોભનાબેન ખૂંટના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર દક્ષિણ ગુજરાતના કોઈ જિલ્લાનો રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેરાલુ તાલુકાના કાદરપુર પાસે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે કાર અને ડમ્પર સાથે ઠેલ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારની અંદર બેઠેલા મુસાફરોને કાચ તોડીને બહાર કાઢવાની ફરજ પડી હતી.

Be the first to comment on "શ્રીનાથજીના દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, દંપતીનું મોત નીપજતા પરિવારમાં છવાયો માતમ"

Leave a comment

Your email address will not be published.


*