વલસાડના ધરમપુર ચોકડી નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત- 2 કિલોમીટર સુધી જોવા મળ્યા ટ્રાફિક જામના દ્રશ્યો 

Two trucks Accident in Valsad: વલસાડના ધરમપુર ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર બે ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી. રસ્તામાં એક ટ્રક બંધ પડી જતા પાછળથી આવતી એક ટ્રક આગળના ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ સંભાળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.(Two trucks Accident in Valsad) જોકે, અકસ્માતમાં બને ટ્રક ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતને પગેલે હાઇવે પર ૨ કિલોમીટર દૂર લાંબો ટ્રાફિક જામ સર્જ્યો હતો. ત્રણ જેટલી ક્રેનની મદદથી અકસ્માતમાં નુકસાન પામેલ ટ્રકને સાઈડે હટાવવાની તજવીજ હાથ ધરી હતી.

અકસ્માત બાદ રોડ પર પાવડરનો જથ્થો ઢોળાયો
મળતી માહિતી અનુસાર ગતરોજ વહેલી સવારે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર અમદાવાદ થી મુંબઈ તરફ જતા માર્ગ પર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રક નંબર GJ-16-AV-7248 હજીરા દાનીપુર થી PTA પાવડરનો જથ્થો ભરી સેલવાસ નરોલી ખાતે ખાલી કરવા જઈ રહી હતી. જે દરમિયાન ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર ટ્રક બંધ પડી જતા પાછળથી આવતી ટ્રક નંબર GJ-16-AV-9704 જે બ્લિચીંગ પાલડરનો જથ્થો ભરી ભરૂચથી મહારાષ્ટ્રના ભીવંડી ખાતે જઈ રહી હતી. આ ટ્રક બંધ પડેલ ટ્રકમાં પાછળના ભાગે ધડાકાભેર અથડાતા બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બંને ટ્રકના ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત થતા જ રસ્તા ઉપર પાવડરનો જથ્થો ઢોળાયો હતો.

સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો
અકસ્માતની ઘટના બનતાની સાથે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક ટ્રક નજીક દોડી આવ્યા હતા અને ચાલકને ટ્રકમાંથી બહાર કાઢી ખાત્રી કરતા બને ટ્રકોના ચાલક સહિ સલામત હતા. અકસ્માતની આ ઘટનામાં કોઈ જાન હાનિ સર્જાઈ ન હતી. અકસ્માતની ઘટના બનતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અમદાવાદ મુંબઈ રોડ પર ૨ કિલોમીટર દૂર સુધીનો ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતાર લાગી હતી.

ત્રણ ક્રેનની મદદથી ટ્રકને હટાવામાં સફળતા મળી
અકસ્માતનો બનાવની જાણ પોલીસને થતા વલસાડ સીટી પોલીસના જવાનો તથા જિલ્લા ટ્રાફિકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ત્રણ જેટલી ક્રેનની મદદથી અકસ્માતમાં નુકસાન પામેલ ટ્રકને સાઈડે હટાવવાની તજવીજ હાથ ધરી હતી. ૪ કલાકથી વધૂ ભારે જહેમત બાદ ટ્રકને સાઈડે હટાવામાં સફળતા મળી હતી અને વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *