સુરતમાં વધુ એક ‘ગ્રીષ્મા હત્યા કાંડ’: સનકી પ્રેમીએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Young man killed a girl in Surat: સુરત શહેરમાં એવું લાગી રહ્યું છે કે શહેરમાં લૂંટ, ચોરી અને હત્યા જેવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. છેલ્લા એક મહિનાથી સુરત શહેરમાં (Young man killed a girl in Surat) કાયદો અને વ્યવસ્થાના નિયમોનું ઉલંઘન થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. સુરતના સચિન GIDCવિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને પ્રેમીએ જાહેરમાં જ તેની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી છે.

છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો
સચિનના તલંગપુર વિસ્તારમાં આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં 20 વર્ષીય નીલુ ગુલાબશંકર વિશ્વકર્મા પોતાના પરિવાર સાથે રહેતી હતી. સોસાયટીમાં પડોશમાં જ રહેતા 20 વર્ષીય શૈલેષ વિશ્વકર્મા સાથે નીલુને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બંને એક જ ગામના વતની છે. છેલ્લા ત્રણ વર્ષથી શૈલેષ નીલુના પ્રેમમાં ડૂબી ગયો હતો.

અન્ય યુવક સાથે લગ્ન કરવાનું કહેતા પ્રેમી ઉશ્કેરાયો
શૈલેષ નીલુ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જોકે, નીલુ અન્ય યુવક સાથે લગ્ન કરવાની વાત કરતા જ શૈલેષ ઉશ્કેરાઈ ગયો હતો. આજે નીલુ સોસાયટીમાં ઘરની બહાર ગઈ હતી. તે દરમિયાન શૈલેષ ત્યાં આવી ગયો આવ્યો હતો. ત્યારપછી અચાનક જ શૈલેષ ચપ્પુ લઈને નીલુ પર તૂટી પડ્યો હતો. શૈલેષે નીલુને ચપ્પુના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી હતી.

પ્રેમી-પ્રેમિકાની હત્યા કરી ભાગી ગયો હતો
સાંઈ દર્શન સોસાયટીમાં શૈલેષ નીલુની ઘાતકી હત્યા કર્યા પછી ત્યાંથી ભાગી ગયો હતો. સોસાયટીમાં જ પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યાના પગલે આ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપી પ્રેમી શૈલેષ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે.

મૃતક યુવતીની સગાઈની વાત ચાલતી હતી
પરિવારે જણાવ્યું છે કે, ગુલાબશંકર વિશ્વકર્મા છેલ્લા 12 વર્ષથી આ સોસાયટીમાં રહેવાસી છે. તેને સંતાનમાં 4 સંતાન છે. જેલ નીલુ બીજા નંબરની દીકરી છે. આરોપી શૈલેષ એમ્બ્રોડરીના કામ સાથે સંકળાયેલો છે. શૈલેષ અને તેના પિતા આ પહેલા પણ તેને મારી નાખવાની ધમકી આપી હતી. નીલુની સગાઈની વાત ચાલતી હતી. હાલ તો અમને કઈ જાણ નથી કે નીલુની શૈલેષે શા માટે હત્યા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *