અક્સમાત (Accident)ના કેસો અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે હાલમાં જ નવસારી (Navsari)થી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહી એક ટ્રક(Truck) અને બાઈક(Bike) વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ટ્રક ચાલકની બેદરકારીને કારણે બાઈક સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાયું છે. પતિ-પત્ની સાથે એક બાળક પણ હતું, પરંતુ તેને રોડ તરફ ફેકી દેવાને કારણે બાળકને ઈજા પહોચી નથી. આ દંપતી નવસારી જીલ્લાના વેસ્મા ગામ (Vesma village)ના સડક ફળિયા વિસ્તારના રહેવાસી છે.
મળતી માહિતી અનુસાર, ઘાયલ થયેલ વ્યક્તિનું નામ હિરેનભાઈ જયેશભાઈ રાઠોડ સંયુક્ત પરિવારમાં તેમની પત્ની, એક બાળક તથા માતા-પિતા સાથે રહે છે. તેની પત્નીનું નામ કૌશિકાબેન છે. તેમના એક વર્ષના દીકરાનું નામ જૈનીશ છે. તેમની માતાનું નામ ભારતીબેન છે. હિરેનભાઈ ધોરણ 10 પાસ છે. તેઓ સચિન હોજીવાલા આર.એ.ઈલેક્ટ્રીક શોપમાં ઈલેક્ટ્રીશ્યન તરીકે નોકરી કરે છે.
હિરેનભાઈએ આ અકસ્માત અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, હું મારા દીકરા જૈનીશને આગળના દિવસથી તાવ આવતો હોવાને કારણે તા. 28/03/2022ના રોજ બપોરના લગભગ સાડા ત્રણેક વાગ્યે પત્ની તથા બાળક સાથે નવસારી સાઇલ હોસ્પિટલ જઈ રહ્યા હતા. આ દરમિયાન હું ધોળપીપળા બ્રીજ નીચેથી કસ્બા રોડ તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે મારી બાજુમાં એક ટ્રક આવીને ઉભો રહ્યો અને એ દરમિયાન મેં મારું બાઈક કસ્બા રોડ તરફ લીધું.
પીડીતે વધુમાં જણાવતા કહ્યું છે કે, ‘ત્યારે આ ટ્રકે પુરપાટ ઝડપે પોતાના ક્લીનર સાઈડના આગળના બમ્ફર દ્વારા ટક્કર મારતા અમને ત્રીસથી ચાલીસ ફૂટ જેટલું ઘસડી ગયો હતો. આ દરમિયાન મારી પત્નીએ બાળકને રોડ પર ફેકી દીધો હતો જેથી તેને ઈજા થઈ નથી. પરંતુ મારી પત્નીને ડાબા સાથળ પર ગંભીર ઈજાઓ થઈ છે તેમજ થાપાની સાઈડે ફ્રેકચર, હાથ પર પણ ઘણી ઈજાઓ થઈ છે. મને પણ બંને પગે ઘુટણના ભાગે તથા પંજામાં નાની મોટી ઘણી ઈજાઓ થઈ છે.’
ફરિયાદના આધારે પોલીસ ટ્રક ચાલકની શોધ કરી રહી છે. ટુક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવો દાવો પોલીસે કરેલો છે. હાલ ઘાયલ આ પતિ-પત્નીને નવસારીમાં આવેલ યશફીન હોસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.