પત્નીની હત્યા કરી, મૃતદેહ સાથે વિડીયો બનાવ્યો- ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુકાવ્યું

સુરત (Surat) માં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજી હત્યાનો બનાવ સામે આવતા શહેરીજનોમાં ડરનો માહોલ છવાયો છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના ભરથાણા-કોસાડ રોડ ઉપર આ બનાવ બન્યો હતો. પત્નીની હત્યા કરી, પત્નીના મૃતદેહને સાથે અંતિમ વિડીયો બનાવ્યો હતો અને ત્યાર બાદ પતિએ પણ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. ઓલપાડ (Olpad) ના કિમ (Kim) ગામેથી આ બનાવ સામે આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા, પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. અને પછી કીમ રેલવે સ્ટેશન નજીક આવેલા ટ્રેક ઉપર આપઘાત કરી લીધો હતો. પોલીસને કારણ તો નહોતી ખબર, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થયો છે જેમાં આ ઘટનાનો ખુલાસો થયો છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, આરોપી પતિ, પત્નીના મૃતદેહ પાસે બેઠો છે. વિડીયો બનાવતા પતિએ જણાવતાં કહ્યું હતું કે, ‘મેં મારી પત્નીની હત્યા કરી નાંખી છે. સાથોસાથ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું’ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વધુ તપાસ કરતાં પોલીસને માલૂમ પડ્યું કે, છ મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા. મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ સુરતના ઓલપાડ જિલ્લામાં રહેતો હરિચંદ્ર નામનો યુવક અને કિરણ નામની યુવતી બંને સાથે રહેતા હતા. બંને વચ્ચે ઘણીવાર નાના મોટા ઝઘડા થતા હતા, અને છેવટે વાત મારપીટ સુધી પણ પહોંચી હતી. ગત સોમવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં, પતી ઉગ્ર થઇને પત્નીને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી, મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. પત્નીની હત્યા કરી પતિએ મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હતો, અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *