હાલ સોસીયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે જોઇને લોકોએ પતિના સબંધ પર ખુબ જ આક્રોશ ઠાલવ્યો છે. નાની એવી વાતમાં ક્રૂર પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો અને આ ઘટનાનો વિડીયો તેના બાળકે ઉતારી લીધો હતો. જેના કારણે તેના ક્રૂર બાપની લોકોને જાણ થઇ હતી.
આ વાયરલ વીડિયો જોઈ ને કોઈ પણનું હૃદય કંપી ઉઠશે. આ વીડિયો કૈલાસનાથ યાદવે શેર કર્યો છે અને લખ્યું છે કે યુપી શ્રાવસ્તી, ભીનાગા કોટવાલીના માછીરાવા ગામનો આ વીડિયો છે. સોશિયલ મીડિયા પર દરરોજ આવી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જેમાં અમુક વિડીયો પ્રેરણા રૂપ હોઈ છે અને અમુક વિડીયો હદયકંપાવી દે તેવા હોઈ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.
આ વાયરલ વિડીયો જોઈ ને કોઈ પણનું હૃદય કંપાય જાય. આ વીડિયો કૈલાસનાથ યાદવે શેર કર્યો છે અને લખ્યું છે કે યુપી શ્રાવસ્તી, ભીનાગા કોટવાલીના માછીરાવા ગામનો આ વીડિયો છે. વિડીયો જોઇને સાફ સાફ જાણવા મળ્યું છે કે, તેની પત્નીએ પતિના શર્ટના ખિસ્સામાંથી 10 રૂપિયા લીધા હતાં. તેની સજા આપતા પતિએ પત્નીને લાકડા લાકડાથી માર મારતો હતો. આ સાથે જ તેમણે યુપી પોલીસને પણ આ વ્યક્તિને સજા કરવાની અપીલ કરી છે.
આ વિડીયાની શરૂઆતમાં એવું લાગે છે કે વ્યક્તિએ આ વિડિઓ બાળકો દ્વારા બનાવી રહ્યો છે. બાળક રડતો હતો અને વિડિઓ પણ બનાવી રહ્યો છે અને પપ્પા પપ્પા કહીને માતાને છોડવાની વિનંતી કરી રહ્યો છે. વળી, આ વીડિયોમાં ઘણી વાર સાંભળવામાં આવી રહ્યું છે, જેમાં પત્ની 10 રૂપિયા કાઢી લેવા બદલ માફી માંગી રહી છે.
#यूपी श्रावस्ती -भिनगा कोतवाली के मछरिहवा ग्राम की वीडियो है। आवाज सुनकर लग रहा कि जेब से इसकी बीबी ने 10 रुपये निकाला था उसकी सजा इस जाहिल पती ने पत्नी को लाठियों पिट कर दे रहा . @Uppolice प्लीज इस जाहिल को भी सजा दें @adgzonevaranasi pic.twitter.com/CTuj6y6uoT
— कैलाश नाथ यादव (@kailashnathsp) May 7, 2021
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને ખૂબ ગુસ્સે થયા છે. તમામ લોકો આ ક્રુર પતિને કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરી રહ્યા છે. સોસીયલ મીડિયામાં આ વિડિઓ ખૂબ શેર થઇ રહ્યો છે અને લોકો આ ક્રૂર બાપને સજા આપવા માટે અપીલ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.