ક્યારેક ક્યારેક પતિ પત્નીનો આમનો સામનો એવી પરિસ્થિતિમાં થઈ જાય છે કે બન્ને કંઈ નથી કરી શકતા. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તરાખંડના કાશીપુર માંથી. જ્યાં એક પતિએ કોલગર્લને બોલાવી. તેની સામે જ્યારે કોલ ગર્લ પહોંચી તો ખબર પડી કે તે તેની જ પત્ની હતી. આ મામલો સામે આવ્યા બાદ દરેક ના મોઢે આ વાત જ ચાલી રહી છે.
થયું એમ કે પતિએ whatsapp દ્વારા એક મહિલા દલાલ સાથે સંપર્ક કર્યો. ત્યારબાદ એ વ્યક્તિ પાસે કોલ ગર્લ મંગાવી. જ્યારે તે વ્યક્તિ પાસે કોલ ગર્લ આવી તો તે તેની પત્ની નીકળી. ત્યારબાદ બંને વચ્ચે ધમાચકડી થઈ. બંને એકબીજા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો.
થોડા વર્ષો પહેલા દિનેશ પુર માં રહેતા યુવકના લગ્ન કાશીપુર ના આઈ.ટી.આઈ વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ થી જ યુવતી પતિ સાથે ન રહેતાં તે પોતાના પિયરમાં રહેવા લાગી હતી. તેણે ખૂબ ઓછો સમય સાસરિયામાં વિતાવ્યો હતો.
પછી એક દિવસ યુવતીની એક સહેલીએ તેના પતિને જણાવ્યું કે તારી પત્ની કાલ નું કામ કરે છે.સહેલી એ પતિને એ વાત એટલા માટે જણાવી કારણ કે તે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો.
ત્યાર બાદ પતિએ શ્યામપુરમ માં રહેતી એક મહિલા દલાલ મારફતે whatsapp માં સંપર્ક કર્યો. દલાલની યુવકે કહ્યું કે મારે એક કોલ ગર્લ જોઈએ છે. ત્યારબાદ મહિલા દલાલે તે વ્યક્તિને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા. પતિએ તે ફોટોગ્રાફમાં પોતાની પત્નીને શોધી અને તેને પસંદ કરી લીધી. એ મહિલા દલાલ નો નંબર યુવકની પત્ની ની સહેલી એ જ આપ્યો હતો.
ત્યાર બાદ યુવકે મહિલા દલાલને પત્નીની તસવીર પાછી મોકલી કહ્યું કે અને બુક કરી દો અને આ એડ્રેસ પર મોકલી દો.ત્યારબાદ જ્યારે પત્ની કોલ ગર્લ ના રૂપમાં પતિ સામે આવી તો બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. બંને એકબીજા સાથે મારપીટ પણ કરી.
ત્યારબાદ બંને પોલીસ સ્ટેશનમાં એક બીજા ની ફરિયાદ નોંધાવી. પત્નીએ આરોપ લગાવ્યો કે તેના પતિનું તેની બહેનપણી સાથે અફેર છે. જ્યારે પતિએ પત્નીની આ કરતૂત વિશે જણાવ્યું. હવે પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.