સુરતમાં પ્રેમ પકરણમાં ખેલાયો ખૂની ખેલ: પત્ની સાથે આડાસંબંધની શંકા જતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

હાલ સુરત શહેરમાં ફરીવાર પત્ની સાથે આડા સબંધ હોવાના વહેમમાં પતિએ મિત્રને પોતાના ઘરમાં જ ચપ્પુ મારી પતાવી દીધો હોવાનો કેસ સામે આવ્યો છે. કતારગામમાં આવેલા પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં યુવકે ઘરમાં તેની ગેરહાજરીમાં મિત્ર હાર્દિક ત્રિવેદીને જોયો હતો. જેથી મિત્રના તેની પત્ની સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મિત્રને ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હતી. આ અંગે હાલ પોલીસે પતિની ધરપકડ કરી છે અને પત્નીની ભૂમિકા પણ શંકાસ્પદ લાગતા અટકાયત કરવામાં આવી છે.

કતારગામ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, કતારગામ પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષના હાર્દિક ધનસુખભાઈ ત્રિવેદીની તેના મિત્ર મુકેશ રતીલાલ જૈન દ્વારા હત્યા કરવામાં આવી હતી. મુકેશ કાપડનું છુટક કામ કરે છે. તેના હાર્દિક સાથે ધંધાકીય સંબંધ હતા. ગઈકાલે મુકેશ બહારથી ઘરે આવ્યો ત્યારે હાર્દિક તેના ઘરમાં બેઠો હતો.

હાર્દિંકને ઘરમાં જોઈને મુકેશને તેની પત્ની સાથે ગેરસંબંધ હોવાની શંકા ગઈ હતી. આ દરમિયાન હાર્દિક સાથે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થતાં મુકેશના હાથમાં શાકભાજી કાપવાનું ચપ્પુ આવતા હાર્દિકના છાતીમાં ચપ્પુ મારી દીધું હતું. હાર્દિકને બચાવવા જતા મુકેશની પત્ની પણ વચ્ચે પડી હતી. જેથી તેને પણ સામાન્ય ઇજા પહોચી હતી.

ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ દ્વારા હત્યાની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં મુકેશને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાર્દિકની હત્યા પછી આરોપી મુકેશની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે, મુકેશની પત્નીની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત હત્યામાં પત્નીનો હાથ છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *