જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે રાજ્યમાં સૌપ્રથમવાર રાજકોટના મેયર દ્વારા હાથ ધરવામાં આવ્યો નવતર પ્રયોગ

રાજ્યમાં જયારે ગુનાઓના પ્રમાણમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એનાં નિવારણ માટે એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેન લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે.

જેમાં CM રુપાણીની જેમ લોકોની ફરિયાદોનાં નિવારણ માટે મનપા કચેરીમાં મેયર ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપાની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. આટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડના જે-તે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.

રાજકોટ શહેરને ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવાનો પ્રયત્ન રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ તથા તેની યુવા બોડી દ્વારા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રાજકોટવાસીઓને મનપા કચેરીના ધક્કા ખાવા પડે નહીં તેમજ ઘર બેઠા જ ફરિયાદોનું નિરાકરણ આવે એની માટે મેયર ડેસ્ક બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં રાજકોટવાસીઓ ઘરેથી આંગળીના ટેરવે જ પોતાની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકશે. રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા માટે આ ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા માટે ડેસ્ક બોર્ડમાં જે-તે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. લોકોના વધારેમાં વધારે ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયત્ન રહેશે.

કોર્પોરેશનનો ધક્કો નહિ ખાવો પડે – ડો. પ્રદીપ ડવ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ડેસ્ક બોર્ડ છે એ જ રીતે રાજકોટ મેયર ડેસ્ક બોર્ડની શરૂઆત કરવામાં આવશે. નવા ભળેલા ગામમાં લાઈટ, પાણી, ગટર, રસ્તા તથા સફાઈ સહિતની વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જરૂર પડ્યે આરોગ્ય તથા કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરો વસુલર, સર્ટિફિકેટ માટેની સેવાઓ ઓનલાઈન છે તેને પણ મેયર ડેસ્ક બોર્ડમાં સામેલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *