તેલંગણા: એક બાળકે બહુ નાની ઉંમરે એવું કામ કરી બતાવ્યું છે જે કોઈ ભાગ્યે જ બાળક કરી શકે. આ બાળકની ઉંમર 13 વર્ષની છે. ઇન્ટરનેટ અને યુટ્યુબનો આ બાળકે પૂરતો ફાયદો ઉઠાવ્યો છે. આજે તેવા ઘણા બાળકો હોય છે જેમને પોતાનો ટેલેન્ટ લોકો સામે લાવવાનો મૌકો મળતો નથી. તેવામાં આ બાળકે ખરેખર કઈક અલગ કાર્ય કરી બતાવ્યું છે.
તમને ખરેખર નવાઈ લાગશે આ 13 વર્ષના છોકરાને જોઈને કારણ કે, આ બાળકના વિડિયો જોઈને લોકો તેમાંથી શિક્ષા લઇ રહ્યા છે. અત્યારે જે લોકો યુપીએસી અને બીજી ઓફિસર લેવલની પરીક્ષા આપવાની તૈયારી કરે છે. તમને જાણીને નવાઈ લગતી હશે પણ આ વાત સત્ય છે. આજે જે પણ લોકો IAS અને IPS ઓફિસર બનવા માટે તૈયારી કરી રહ્યા છે. આ બાળકના વિડિયો આવા લોકોને અભ્યાસમાં પણ મદદ મળે છે.
મળતી માહિતી અનુસાર, આ બાળકનું નામ સ્વસ્તિક આચાર્ય છે. આજે તે સૌથી નાની ઉંમરનો યુટ્યુબર છે. જેના આજે લાખો ફોલોઅર્સ છે. તેલંગણાના એક નાનકડા શહેરમાં આ બાળકનો જન્મ થયો હતો. આ બાળકે 10 વર્ષની ઉંમરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ શરુ કરી હતી. તેની આ ચેનલનું નામ “લર્ન વિથ અમર” છે. આજે આ ચેનલ પર 3 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે. દરરોજ હજારો લોકો તેની ચેનલની મુલાકાત લેતા હોય છે. મહત્વની વાત તો એ છે કે, તેની ચેનલ પર હજી 150 વિડિયો પણ અપલોડ થયા નથી.
તેના એક એક વિડિઓ પર લાખો વ્યૂઝ આવેલા છે. અમરના પિતા એક સરકારી શિક્ષક છે. એક સમયે જયારે તે ભૂગોળ ભણી રહ્યો હતો. ત્યારે તેની માતાએ તેનો વિડિયો બનાવી લીધો હતો અને પછીએ વિડિયો ઓનલાઇન અપલોડ કર્યો હતો. ત્યારબાદ આ વિડિયોને સારો રિસ્પોન્સ આવ્યો હતો અને પછી તેમણે આગળ આવા બીજા અનેક વિડીયો બનાવવાનું શરુ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.