આ માણસને એવું તો શું થઇ ગયું કે તેણે તેની પત્નીનું ગળું કાપી પોલીસ સ્ટેસનમાં જઈ બોલ્યો- “ભારત માતાકી જય”

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાથી હ્રદય કંપાવી દેનાર ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ ઘરેલૂ વિવાદમાં પોતાની પત્નીની હત્યા કરી અને તેનું માથું વાઢી…

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાથી હ્રદય કંપાવી દેનાર ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ ઘરેલૂ વિવાદમાં પોતાની પત્નીની હત્યા કરી અને તેનું માથું વાઢી પોલીસ સ્ટેશન પહોંચી ગયો. આ યુવકને જોઇ પોલીસવાળા પણ દંગ રહી ગયા. આરોપીની ઓળખ અખિલેશ યાદવ તરીકે થઇ છે.

આ ઘટનાનો આરોપી બારાબંકીના જહાંગીરાબાદના બહાદૂરપુર ગામનો રહેવાસી છે. પોલીસે જણાવતા કહ્યું કે, આરોપી પત્નીનું કપાયેલું માથુ લઇને જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન આવ્યો હતો. આરોપી પોલીસ સ્ટેશનમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી અને જ્યાર તેની પાસેથી પત્નીનું વાઢેલું માથુ લેવાનો પ્રયાસ કર્યો તો તે રાષ્ટ્રગીત અને ભારત માતાની જયના નારા લગાવવા લાગ્યો હતો.

પોલીસ અધિકારીઓએ ખુબ જ મહેનત બાદ તેના હાથથી તેની પત્નીનું માથુ લઇ શકી. આરોપીનાં હાથમાં કપાયેલું માથુ જોઇ સમગ્ર વિસ્તારમાં સનસનાનટી મચી ગઇ. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારી ડો. અરવિન્દ ચતૂર્વેદીએ જણાવ્યું કે ઘરેલૂ વિવાદમાં યુવકે પોતાની પત્નીનું માથુ વાઢી નાંખ્યુ હતું અને તેનું માથુ લઇ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

પોલીસે તેની રસ્તમાંથી જ ધરપકડ કરી લીધી હતી, હાલમાં ઘટનાની તપાસ ચાલી રહી છે. ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આગળની તપાસ પણ કરવામાં આવી રહી છે. આરોપીના પાડોસીઓએ જણાવ્યું કે, અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. અને પરિવારજનો તેમની વચ્ચે સમાધાન કરાવી દેતા હતા પરંતુ આજે તેઓ ઝઘડી રહ્યા હતા બાદમાં યુવક તેની પત્નીને ઘરની અંદર લઇ ગયો અને તેનું માથુ વાઢી નાંખ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *