મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indore)માં એક પતિએ પત્ની પર એટલો ત્રાસ ગુજાર્યો કે તમારા રૂવાડા બેઠા થઇ જશે. આરોપ છે કે, પતિ તેની પત્નીને તેના મિત્રોની સામે ફાર્મ હાઉસમાં નગ્ન ડાન્સ કરાવતો હતો. આરોપી પતિએ ઈન્દોરમાં તેના ફાર્મ હાઉસમાં મિત્રો સાથે મળીને તેની પત્ની સાથે ઘણી વખત સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે દુષ્કર્મ આચરીને તેની પત્નીને પણ ત્રાસ આપ્યો છે. મહિલાની ફરિયાદ પર ઈન્દોર પોલીસે રવિવારે અલગ અલગ જગ્યાએથી તેના પતિ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
ઈન્દોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે મહિલા છત્તીસગઢની રહેવાસી છે. તેઓ સરકારી શિક્ષક છે. મહિલાની ઓળખ આરોપી પતિથી લગ્નની સાઈટ પરથી થઈ હતી. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. એક ઈન્ટરવ્યુમાં પીડિત મહિલાએ કહ્યું છે કે, લગ્ન સમારોહ દરમિયાન તેના પતિના ઘરેથી કોઈ આવ્યું ન હતું. લગ્ન કરવા તે એકલો આવ્યો હતો. આરોપી પહેલેથી જ પરિણીત છે.
પતિએ બે વર્ષમાં મિત્રો સાથે અનેક વખત સામુહિક દુષ્કર્મ કરાવ્યું:
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય મહિલાનો આરોપ છે કે તેના પતિ અને તેના સાથીઓએ નવેમ્બર 2019થી ઈન્દોર જિલ્લાના ક્ષિપરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફાર્મ હાઉસમાં તેના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સામુહિક દુષ્કર્મ દરમિયાન તેના પ્રાઈવેટ પાર્ટમાં સળગતી સિગારેટથી નાખી દીધી હતી અને તેના પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પીડિત મહિલાનું કહેવું છે કે જ્યારે તે કોઈક રીતે આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત થઈને છત્તીસગઢમાં તેના મામાના ઘરે પહોંચી ત્યારે તેમાંથી એક તેને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ત્યાં પહોંચ્યો હતો. મહિલાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આરોપીઓ મારી હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેના ફોનમાં ઘણા વાંધાજનક વીડિયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા દ્વારા નોંધાયેલી FIR પર તેના પતિ અને અન્ય ચાર લોકોની એમપી અને છત્તીસગઢના અલગ-અલગ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.