બાથરૂમમાં ન્હાવા ગયેલી 11 સાયન્સની વિદ્યાર્થિનીનું દર્દનાક મોત- ગુજરાતની આ ઘટના હચમચાવી દેશે!

આજકાલ શિયાળા(Winter)ની ઠંડી ખુબ જ ખતરનાક છે. આપણે ભૂલથી પણ ઠંડા પાણીને અડીએ તો શ્વાસ ઉપર ચડી જાય છે. તેથી ઘણાં લોકો પાણી ગરમ કરવા…

આજકાલ શિયાળા(Winter)ની ઠંડી ખુબ જ ખતરનાક છે. આપણે ભૂલથી પણ ઠંડા પાણીને અડીએ તો શ્વાસ ઉપર ચડી જાય છે. તેથી ઘણાં લોકો પાણી ગરમ કરવા માટે ગેસ ગીઝર અથવા ઇલેક્ટ્રિક ગીઝર(Electric Geezer) નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આવી સુવિધાઓ ઘણી વાર આપણને મોંઘી પડી શકે છે. અથવા એમ કહીએ કે જીવથી પણ હાથ ધોવાનો વારો આવી શકે છે. ગેસ ગીઝર(Gas Geezer) વાપરવું ખુબ જ જોખમ ભર્યું છે.

કઈક આવો જ કિસ્સો નવસારી(Navsari)માં ચંદ્રવાસણ સુપા (Chandravasan Supa) નામનું એક ગામમાં બન્યો છે. ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી એનીકાનું ગેસ ગીઝરના કારણે મોત થયું હતું. આ ગામમાં આવેલા નવા ફળિયામાં વિરલ પટેલ તેના પરિવાર સાથે રહે છે. તેણે એક એનીકા કરીને દીકરી હતી. તે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને હોશિયાર પણ હતી. એનીકા ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. તેને ધોરણ 10માં 93.06 ટકા આવ્યા હતા અને તે ડૉક્ટર બનવા માગતી હતી.

એનીકા ઉત્તરાયણના દિવસે બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. તે બાથરૂમ માંથી લાંબા સમય સુધી બહાર ન આવતા આવતા પરિવારના સભ્યો ખુબ જ ચિંતિત થયા હતા. એનીકાને બહાર આવવા માટે બુમો પાડી પરંતુ તે બહાર ન આવી. તેથી પરિવારની ચિંતા વધી ગઈ અને અંતે પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો એનીકા બેભાન થયેલી પડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ત્યારે હોસ્પિટલમાં રહેલા ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે એનીકાનું મોત થઈ ગયું છે.

ત્યારબાદ પરિવારના સભ્યોએ જણાવ્યું કે એનીકાનું મોત બાથરૂમમાં રહેલા ગેસ ગીઝારમાંથી ગેસ લીક થવાના લીધે થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા જ તેઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને તેમના કહેવા મુજબ આ મામલો અકસ્માત મોતનો હતો અને તે મુજબ જ તપાસ શરૂ થઇ હતી.

એવું કહેવાય છે કે, ઇલેક્ટ્રિક ગીઝરથી પહેલા બીલીમોરામાં પણ મેડીકલનો અભ્યાસ કરતી એક યુવતીનું મોત થયું હતું. આ યુવતીનું મોત ઇલેક્ટ્રિક ગીઝરમાંથી કરંટ લાગવાના લીધે થયું હતું. માહિતી મુજબ, એનીકાનું મોત બાથરૂમમાં ફીટ કરવામાં આવેલા ગેસ ગીઝરમાંથી નીકળતા ગેસથી ગુંગણામણના લીધે થયું હતું. ત્યારબાદ એનીકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *