સુરત (Surat): ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરના કતારગામ વિસ્તારની એક હચમચાવી દે તેવી ઘટના સામે અવી છે. વાત એમ હતી કે, વ્યાજખોરોના રૂપિયા નહિ ચુકવાતા પતિએ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી દીધી હતી, જયારે પત્નીએ સમગ્ર મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે બે આરોપીની ધરપકડકરી હતી.
મળેલી માહિતી અનુસાર માત્ર 40 હજાર રૂપિયા લેણદારોને પરત આપવાને બદલે પતિએ પોતાની પત્નીને લેણદારોને હવાલે કરી દીધી હતી. ત્યારબાદ લેણદારે પરિણીતા પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પત્નીએ પતિથી છૂટા થયા બાદ પતિ અને લેણદાર રમેશ શિંગાળા સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતા નાયબ પોલીસ કમિશ્નરએ લેણદારની ધરપકડ કરી હતી અને વ્યાજખોર રમેશ શિંગાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકે ઉછીના લીધેલાં 40 હજાર પરત ન કરવા પડે તે માટે પોતાની પત્નીને લેણદારને હવાલે કરી દીધી હતી.
ત્યાર બાદ લેણદાર દ્વારા પત્ની પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ પરણીતા પતિથી છૂટી થઈ ગઈ હતી. પતિ સાથે છુટા થયાનાં ત્રણ વર્ષ બાદ પરણીતાએ પૂર્વ પતિ અને લેણદાર વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતાં ના.પો.મિ. દ્વારા લેણદારની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતા એક યુવકે સાલમાં ૨મેશ શિંગાળા પાસેથી રૂપિયા ચાલીસ હજાર ઉછીના લીધા હતાં. તે ૨કમ પરત થઈ શકે તેમ ન હોવાથી યુવકે પોતાની પત્નીને લેણદાર ૨મેશનાં હવાલે કરી હતી. રમેશે 2017 થી 2020 સુધી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે રમેશ શિંગાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.