ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માંથી કેટલીય હત્યા (Murder)ની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલમાં હત્યાની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Lucknow)માં પત્નીના અનૈતિક સંબંધોની શંકા બાદ પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પોલીસે આરોપી પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આવી ઘટનાઓ જોવા મળી રહી છે. વિપક્ષ પણ તેને મોટો મુદ્દો બનાવી રહ્યો છે. તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા યોગ્ય નથી અને ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે. પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોના મોતનો મામલો હજુ ઉકેલાયો નથી.
આ સિવાય પ્રયાગરાજમાં 27 એપ્રિલના રોજ પ્રોપર્ટીના વિવાદમાં ડબલ મર્ડરના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી. અહીં યાસીદ અલી અને સુલતાન અહેમદને હુમલાખોરોએ ધુમાનગંજના મીરાપટ્ટી વિસ્તારના રૂમમાં ગોળી મારી હતી. આ તમામ ઘટનાઓને કારણે વિપક્ષ દ્વારા યુપી સરકાર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકાર માત્ર એટલું જ કહે છે કે રાજ્યમાં કાયદાનું શાસન છે અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.