પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળીને યુવકે 11 વર્ષીય પુત્ર સાથે ગળેફાંસો ખાઈ લીધો, અંતિમ ચિઠ્ઠીમાં વ્યથા ઠાલવતા કહ્યું…

વડોદરા(Vadodara): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં બાપોદ ગામમાં રહેતા રિક્ષા ડ્રાઇવરે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. સાથે જ અંતિમ ચિઠ્ઠી એ પણ જણાવ્યું છે કે, રિક્ષા ડ્રાઇવરે પોતાની પત્નીથી ત્રાસીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

32 વર્ષીય પરેશ કનુભાઇ સીંકલીગરે શહેરનાં વાઘોડિયા રોડ પર બાપોદ ગામ વુડાના મકાનમાં તેની પત્ની તેમજ 11 વર્ષીય પુત્ર સાથે રહેતા હતા. પરેશભાઇ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. ત્યારે તેમણે શનિવારના રોજ બપોરના સમયે પોતાના ઘરે પુત્રને ગળા ફાંસો આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ બીજા રૂમમાં જઇને પોતે પણ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.

આ પછી તેમની પત્ની આશાબેન જ્યારે બપોરે બંગલાઓમાં કામ કરીને ઘરે પરત આવતા હતા. ત્યારે તેમનાથી ઘરનો દરવાજો ખુલ્યો ન હતો. જેથી તેમણે બૂમો પાડી તો પણ અંદરથી કોઇએ દરવાજો ન ખોલ્યો. તેમની બૂમો સાંભળીને આસપાસથી લોકો પણ ત્યાં આવી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિએ ચોથામાળેથી અંદર આવીને દરવાજો ખોલ્યો હતો. ત્યારે દરવાજો ખોલતાની સાથે જ પત્ની અને આસપાસનાં લોકોના પગ તળે જમીન સરકી ગઈ હતી.

જેને પગલે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન પોલીસને અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. પતિએ ગળેફાંસો ખાતા પહેલા અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે, પત્નીનાં ત્રાસથી કંટાળીને હું આપઘાત કરું છું. પરંતુ મારા મર્યા પછી પુત્રનું પણ મારી પત્ની ધ્યાન નહીં રાખે. જેથી તેની દુર્દશા થશે તેના કરતા તેને પણ સાથે લઇ જાઉં છું. આથી પુત્રની ચિંતા જ ના રહે.

વધુમાં જણાવ્યુ કે, મારા બે મિત્રોએ મને આર્થિક સંકટમાં ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રોએ મકાન ઉપર લોન લઇને મને પૈસા આપ્યા છે. મારા મિત્રોએ સખીમંડળમાંથી લોન લીધી છે. તેઓને હું પૈસા આપી શક્યો નથી તે બદલ હું માફી માંગુ છુ. મારી રિક્ષા વેચીને તેમને પૈસા પરત કરી દેજો. મારા મિત્રોએ મને અંતિમ સમયે મને મદદ કરી હતી. તેમજ હું મોટી બહેનની માફી માંગુ છુ. તેમણે મોટી બહેનનાં રૂપિયા પણ પરત ન આપતા તેમની પણ માફી માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *