સમગ્ર હિન્દુસ્તાન જે ઘટના બાબતે આરપીને સજાની રાહ જોઈ રહ્યા હતા, તે આજે પૂર્ણ થયું છે. હૈદરાબાદ ગેંગરેપના દરેક આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા છે. ગઈ કાલે એટલે કે ગુરુવારે મોડી રાત્રે એન્કાઉન્ટર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે-44 ની નજીક કરવામાં આવ્યો હતો.
આ એન્કાઉન્ટર બાદ હૈદરાબાદ પોલીસના દશે દિશાએથી વખાણ થઈ રહ્યા છે. હાલ પરીસ્થિતિ એ છે કે હૈદરાબાદમાં લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો હતો. એન્કાઉન્ટરના સમાચાર મળતાની સાથે જ લોકો ઘટના સ્થળે પહોંચવા લાગ્યા હતા. અને રાજીને રેડ થઇ પોલીસ પર ફૂલોનો વરસાદ કરી તેમનું અભિવાદન કર્યું હતું.
હૈદરાબાદ ગેંગરેપ કેસના દરેક આરોપીઓને આજે પોલીસે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા છે. આ એન્કાઉન્ટર તેજ સ્થળે કર્યું હતું જે સ્થળે આ કળયુગના દાનવે ક્રૂર રીતે પીડિતાનું બળાત્કાર કરી મૃત્યુ કર્યું હતું. આ એન્કાઉન્ટરને આખો દેશ યાદ કરશે અને રાખશે.
દરેક આરોપીઓના મૃત દેહની તસવીરો સામે આવી છે. આરોપીઓના મૃત દેહ મળવાની જગ્યા એકબીજા થોડે જ દૂર છે. આ એન્કાઉન્ટર હૈદરાબાદ રેલવે સ્ટેશનથી 24 કિલોમીટર દૂર શમશાબાદ ટોલ પ્લાઝાની પાસે ખાલી મેદાનમાં જ પીડિતાની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ અપાયો હતો.
પોલીસ દરેક આરોપીઓનું સીન રિક્રિએશન કરાવવા માટે લઇ ગઇ હતી. જે જગ્યાએ એન્કાઉન્ટર થયું, ત્યાં એક જ ઘર હતું. એ ઘરના વ્યક્તિએ જણાવ્યું હતું કે, સવારે 4 કલાકની આજુબાજુ ચાર-પાંચ અવાજ સંભળાયા જે ફાયરિંગનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.