પિતાના જન્મદિને સુરતની આ દીકરીએ પોતાનું લીવર પિતાને આપી, આપ્યું નવ-જીવન, જાણો સમગ્ર ઘટના

પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ પ્રેમ, ભાવ, લાગણીનો સંબંધ હોય છે. દીકરીને પર આફત આવે તો પિતા ઢાલ બનીને દીકરીની સાથે ઉભા રહે છે. ત્યારે આજે અમે એવી દીકરીની વાત કરવાના છીએ કે, તે દીકરીએ પોતાનું લીવર પિતાને દાન કરીને પિતાના જીવનદાન આપ્યું.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વિશ્વજીત મહેતાને 2014માં જાણવા મળ્યું હતું કે, તેમને લીવરની તકલીફ છે અને ત્યારબાદ તેમને લીવરની તકલીફ વધતી ગઈ. લીવરની તકલીફના કારણે તેમની 2016માં તબિયત વધારે ખરાબ થવાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતુ. ત્યારે ડોક્ટરે વિશ્વજીત મહેતાને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેઓને તેમને હોસ્પિટલમાં થોડી સારવાર લીધા પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પહેલા પોતાના પરિવારના સભ્યો સાથે સિંગાપોર ફરવા ગયા હતા. કારણ કે, તેમની ઈચ્છા હતી કે, તેઓના મૃત્યુ પહેલા પરિવારને સિંગાપુર ફરવા લઈ જાય. જયારે તેઓ સિંગાપુરથી ફરીને પરત આવ્યા ત્યારે તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું.

ત્યારે તેમની દીકરી ભાવીએ પિતાને લીવર આપવાની જીદ કરી. તે સમયે વિશ્વજીત મહેતાના દસ લોકો લીવર આપવા તૈયાર હતા. પણ તેમની દીકરી ભાવી લીવર આપવાની જીદ કરતી હતી. ભાવી તેના પિતાને કહેતી હતી કે, ઓપરેશનના દિવસે જ તમારો બર્થ ડે છે અને હું તમને લિવર આપીને જીંદગીની સૌથી યાદગાર ગીફ્ટ આપવા માંગુ છું. બીજી બાજુ વિશ્વજીત મહેતાના મિત્રો એમ કહેતા હતા કે, તારી દીકરીની જીંદગી શું કામ ખરાબ કરે છે. આ બધાની વચ્ચે ઓપરેશનના દિવસે ભાવી તેના પિતાને લીવર ડોનેટ કર્યું અને ત્યારબાદ ભાવી મહેતાના તેજસ ત્રિવેદી નામના યુવક સાથે લગ્ન થયા અને તેઓ હાલ કેનેડામાં રહે છે. તેમને 11 મહીનાની દીકરી છે.

ભાવીના પતિ તેજસ ત્રિવેદીએ આ બાબતે જણાવ્યું હતુ કે, જે સમયે ભાવીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યું ત્યારે તે કેનેડાથી સુરત લગ્ન કરવા માટે આવ્યો હતો. તેને દસ છોકરીઓ પણ જોઈ હતી અને એ તમામ છોકરીઓના પરિવાર પોઝીટીવ હતા. ત્યારે તેજસને એક વાત સાંભળવા મળી કે, તેમના જ સમાજની એક છોકરીએ પિતાને લીવર ડોનેટ કર્યું છે. એટલે તેને છોકરીને મળવાની ઈચ્છા થઇ અને તે ભાવીને મળવા પહોંચ્યા. ત્યારે ભાવીના પરિવારે લીવર ડોનેટની વાત કરી. ત્યારે તેજસ ત્રિવેદીએ કોઈ પણ ચિંતા કર્યા વગર લગ્ન કરવાની હા પાડી હતી અને આજે બંને પતિ પત્ની કેનેડામાં રહે છે.

ભાવીને પિતા એમ કહી રહ્યા છે કે, મારે દુનિયામાં બે માતા છે. મને જન્મ આપનારી માતા અને બીજી મને લિવર આપનારી મારી દીકરી.

ભાવીએ જણાવ્યું હતું કે, તે જે દિવસે હોસ્પિટલમાં લીવર ડોનેટ કરવા માટે ગઈ હતી. ત્યારે એક અન્ય દીકરી પણ તેના પિતાને લીવર ડોનેટ કરવા આવી હતી. તેને મને કહ્યું હતું કે, તમે લકી છો કેમ કે, પિતાનું ઋણ ચુકવવાનો મોકો તમને મળ્યો છે. દરેક લોકો આટલા લકી નથી હોતા. તમે ચિંતા છોડીને પિતાની સાથે ખડે પે ઉભા રહો. બધું સારું થઈ જશે. આ શબ્દો સાંભળીને મારો આત્મ વિશ્વાસ વધ્યો અને તેને પિતાને લીવર ડોનેટ કર્યું. ભાવીએ વધુમાં કહ્યું હતું કે, એ સમયે મારી જીંદગીમાં મારા માતા-પિતા અને સંબંધીઓ સિવાય કોઇ પણ ન હતુ. હું મારા ભવિષ્યમાં આવનાર વ્યક્તિ માટે આટલી ચિંતા કરું છું, તેના કરતા જન્મ આપનારની વધારે ચિંતા કરવી જોઈએ.

હમણાં થોડા સમય પહેલા પણ એક કોલકતામાં રહેતી રાખી દત્તા નામની છોકરીએ તેના પિતાને આવી જ રીતે તેના પિતાને ડોનેટ કરીને નવ જીવન આપ્યું હતું. હાલના સમયમાં પણ આવું કોઈ કરો શકે તે જોવા જેવું હોય છે. અને ખરેખર આ બધા લોકોની પ્રશંસા કરીએ તોપણ ઓછું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: